રેલવેનાં કર્મચારીઓને 78 દિવસનું બોનસ જાહેર - Gujarat Samachar
રેલવેનાં કર્મચારીઓને 78 દિવસનું બોનસ જાહેર Gujarat Samachar
First reported 21 hours ago · latest update 9 hours ago
Railway Bonus : કેન્દ્રીય કેબિનેટે 11,40,770 રેલવે કર્મચારીઓ માટે 78 દિવસનાં પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (પીએલબી)ની ચુકવણીને મંજૂરી આપી છે તેમ સરકારે એક નિવેદનમાં જણાવ્યું છે. આ કુલ 2009.61 કરોડ રૂપિયાનું બોનસ તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ આપવામાં આવી રહ્યું છે. પાત્રતા ધરાવતા રેલવે કર્મચારીઓને પીએલબીની ચુકવણી દર વર્ષે દશેરાની રજા અગાઉ કરવામાં આવે છે.
સરકારે જણાવ્યું છે કે ચાલુ વર્ષે પણ લગભગ 11.40 લાખ નોન ગેઝેટેડ રેલવે કર્મચારીઓને 78 દિવસનાં પગારની બરાબર પીએલબીની રકમ ચુકવવામાં આવશે. પીએલબીની ચુકવણી રેલવે કર્મચારીઓને રેલવેનાં કામકાજમાં સુધાર માટે પ્રેરિત કરવા માટેનું કાર્ય કરે છે. સરકારે વધુમાં જણાવ્યું છે કે દરેક પાત્રતા ધરાવતા રેલવે કર્મચારીને 78 દિવસ માટે વધુમાં વધુ 17,591 રૂપિયાની ચુકવણી કરવામાં આવશે.
આ રકમ રેલવેનાં અલગ અલગ કેટેગરીનાં કર્મચારીઓને આપવામાં આવશે. જેમાં ટ્રેક મેન્ટેનર, લોકો પાયલોટ, ટ્રેન મેનેજર (ગાર્ડ), સ્ટેશન માસ્ટર, સુપરવાઇઝર, ટેકનિશિયન, ટેક્નિશિયન હેલ્પર, પોઇન્ટ્સમેન, મિનિસ્ટ્રિયલ સ્ટાફ અને અન્ય ગુ્રપનાં સી સ્ટાફનો સમાવેશ થાય છે.
સરકારે જણાવ્યું છે કે વર્ષ 2025-26માં રેલવેની કામગીરી ખૂબ જ સારી રહી છે. રેલવેએ વિક્રમજનક 167 કરોડ ટન કાર્ગોનું વહન કર્યુ છે અને લગભગ 7.41 અબજ યાત્રીઓને યાત્રા કરાવી છે.
Citations · 3 reports from 3 outlets
Tap a citation to read it above, right here on T.A.M.
રેલવેનાં કર્મચારીઓને 78 દિવસનું બોનસ જાહેર - Gujarat Samachar
રેલવેનાં કર્મચારીઓને 78 દિવસનું બોનસ જાહેર Gujarat Samachar
9 hours agoBreaking News: રેલવે કર્મચારીઓ માટે દિવાળી ભેટ: મોદી કેબિનેટ આજે 78 દિવસના બોનસ પર લગાવી મહોર - TV9 Gujarati
Breaking News: રેલવે કર્મચારીઓ માટે દિવાળી ભેટ: મોદી કેબિનેટ આજે 78 દિવસના બોનસ પર લગાવી મહોર TV9 Gujarati
21 hours agoરેલવે કર્મચારીઓ માટે દિવાળી ભેટ: મોદી કેબિનેટ આજે 78 દિવસના બોનસ પર લગાવી મહોર - TV9 Gujarati
રેલવે કર્મચારીઓ માટે દિવાળી ભેટ: મોદી કેબિનેટ આજે 78 દિવસના બોનસ પર લગાવી મહોર TV9 Gujarati
21 hours ago