T.A.M · The Air Media
← Back to live feed
Weightage 99 3 outlets citing India IN

8 છગ્ગા, 19 ચોગ્ગા, 173 રન... વીરેન્દ્ર સેહવાગના દીકરાની ક્… - Gujarat Samachar

8 છગ્ગા, 19 ચોગ્ગા, 173 રન... વીરેન્દ્ર સેહવાગના દીકરાની ક્… Gujarat Samachar

First reported 4 hours ago · latest update 2 hours ago
✦ T.A.M verified this synthesis across 3 independent outlets. The headline and summary are written neutrally from all citations below.
Gujarat Samachar Authority 84

Aryavir Sehwag Scores 173 Runs : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગના પુત્ર આર્યવીર સેહવાગે વીનુ માંકડ ટ્રોફીમાં શાનદાર બેટિંગ કરીને પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો છે. 16 ઑક્ટોબરે ચંડીગઢ સામે રમાયેલી અંડર-19 મેચમાં 18 વર્ષીય આર્યવીરે 143 બોલમાં 173 રન ફટકાર્યા હતા. તેની આ ઇનિંગ્સમાં 19 ચોગ્ગા અને 8 છગ્ગાનો સમાવેશ થાય છે. તેના આક્રમક પ્રદર્શનને કારણે દિલ્હીની ટીમે 50 ઓવરમાં 6 વિકેટે 289 રન બનાવ્યા હતા.

વિજયનગરમના ડૉ. પીવીજી રાજુ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રમાયેલી આ મેચમાં આર્યવીરે મુશ્કેલ સમયે ટીમની જવાબદારી સંભાળી હતી. બીજા છેડે ઓપનર અર્ણવ બુગ્ગાએ 47 રન બનાવ્યા હતા. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 98 રનની ભાગીદારી થઈ હતી. અર્ણવના આઉટ થયા બાદ આર્યવીરે અભિરાજ સિંહ સાથે ત્રીજી વિકેટ માટે 48 રન ઉમેર્યા હતા. અભિરાજે 18 રનનું યોગદાન આપ્યું હતું. દિલ્હીનો સ્કોર 4 વિકેટે 179 રન હતો ત્યારે આર્યવીરે શાંતનુ યાદવ સાથે પાંચમી વિકેટ માટે 89 રનની ભાગીદારી કરી હતી. શાંતનુ 27 રન બનાવી અણનમ રહ્યો હતો. ચંડીગઢ તરફથી રૂપેશ યાદવે સૌથી વધુ બે વિકેટ ઝડપી હતી.

અગાઉની મેચમાં નહોતું ચાલ્યું બેટઆર્યવીર માટે આ ઇનિંગ્સ ખાસ રહી હતી. અગાઉ કર્ણાટક સામેની મેચમાં દિલ્હીનો 198 રનથી પરાજય થયો હતો. કર્ણાટકે 418 રન બનાવ્યા હતા, જ્યારે દિલ્હીની ટીમ 220 રનમાં સમેટાઈ ગઈ હતી. તે મેચમાં આર્યવીરે 32 રન બનાવ્યા હતા. આર્યવીર વીનુ માંકડ ટ્રોફીની દિલ્હી અંડર-19 ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. સપ્ટેમ્બરમાં તેણે ઑસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની યુવા વનડે શ્રેણીમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ત્રણ ઇનિંગ્સમાં તેણે 109 રન બનાવ્યા હતા. હવે ચંડીગઢ સામેની મોટી ઇનિંગ્સ બાદ દિલ્હી ટીમને આગામી મેચોમાં પણ તેના સાતત્યપૂર્ણ પ્રદર્શનની આશા રહેશે.

↗ Read the original at Gujarat Samachar

Citations · 4 reports from 3 outlets

Tap a citation to read it above, right here on T.A.M.

84 Gujarat Samachar ★ most authoritative citation

8 છગ્ગા, 19 ચોગ્ગા, 173 રન... વીરેન્દ્ર સેહવાગના દીકરાની ક્… - Gujarat Samachar

8 છગ્ગા, 19 ચોગ્ગા, 173 રન... વીરેન્દ્ર સેહવાગના દીકરાની ક્… Gujarat Samachar

4 hours ago
80 Google News Gujarati Sports

સેહવાગના પુત્ર આર્યવીરનો ધમાકો: વીનુ માંકડ ટ્રોફીમાં 8 છગ્ગા અને 19 ચોગ્ગા સાથે ફટકાર્યા તોફાની 173 રન - Gujarat Vandan

સેહવાગના પુત્ર આર્યવીરનો ધમાકો: વીનુ માંકડ ટ્રોફીમાં 8 છગ્ગા અને 19 ચોગ્ગા સાથે ફટકાર્યા તોફાની 173 રન Gujarat Vandan

4 hours ago
80 TV9 Gujarati

8 છગ્ગા-19 ચોગ્ગા સાથે 173 રન… સેહવાગની તોફાની ઈનિંગ છતાં હારી ગઈ ટીમ - TV9 Gujarati

8 છગ્ગા-19 ચોગ્ગા સાથે 173 રન… સેહવાગની તોફાની ઈનિંગ છતાં હારી ગઈ ટીમ TV9 Gujarati

3 hours ago
80 Google News Gujarati Sports

સેહવાગના પુત્ર આર્યવીરની વિસ્ફોટક બેટિંગ,19 ચોગ્ગા,8 છગ્ગા સાથે બનાવ્યા 173 રન - ABP Asmita

સેહવાગના પુત્ર આર્યવીરની વિસ્ફોટક બેટિંગ,19 ચોગ્ગા,8 છગ્ગા સાથે બનાવ્યા 173 રન ABP Asmita

2 hours ago

Discussion

Read it on the T.A.M app Weighted news · citations · ad-free
Get the app