T.A.M · The Air Media
← Back to live feed
Weightage 90 3 outlets citing India IN

रिटायर्ड एयर मार्शल जितेंद्र मिश्रा राम मंदिर ट्रस्ट के नए सीईओ नियुक्त

रिटायर्ड एयर मार्शल जितेंद्र मिश्रा को राम मंदिर ट्रस्ट का नया सीईओ नियुक्त किया गया है। नियुक्ति के बाद उनके बयानों को लेकर चर्चाएं और वीडियो सामने आए हैं।

First reported 1 week ago · latest update 1 week ago
T.A.M verified this synthesis across 3 independent outlets. The headline and summary are written neutrally from all citations below.
Gujarat Samachar Authority 84

Ram Mandir CEO New Jitendra Mishra : શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ માટે નવા ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર(CEO)ની જાહેરાત કરી દેવાઈ છે. નવા CEO તરીકે નિવૃત્ત એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાના નામ પર અંતિમ મહોર લાગી ગઈ છે અને તેઓ ટૂંક સમયમાં મંદિર વહીવટની મુખ્ય જવાબદારીઓ સંભાળશે.

ટ્રસ્ટમાં 3 નવા સભ્યોનો સમાવેશ

અયોધ્યામાં રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા CEOની સત્તાવાર જાહેરાત પહેલાં ટ્રસ્ટમાં 3 નવા સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. આ નવા સભ્યોમાં અયોધ્યાથી મદન મોહન પાંડે (Madan Mohan Pandey), દિલ્હીથી મહેશ ભાગચંદકા(Mahesh Bhagchandka) અને શિકોહાબાદથી નિર્મલા યાદવ(Nirmala Yadav)નો સમાવેશ થાય છે.

જગ્યાઓ ખાલી થતાં લેવાયો નિર્ણય

ચંપત રાય(Champat Rai) અને અનિલ મિશ્રા(Anil Mishra)ના રાજીનામા તેમજ વિમલેન્દ્ર મોહન(Vimlendra Mohan)ના નિધન બાદ ટ્રસ્ટમાં 3 પદો ખાલી પડ્યા હતા. નવા બનેલા ટ્રસ્ટીઓ પૈકી મહેશ ભાગચંદકા અશોક સિંઘલ(Ashok Singhal)ના સંબંધી છે, જ્યારે મદન મોહન પાંડે હાઇકોર્ટમાં મંદિર પક્ષ તરફથી વકીલ રહી ચૂક્યા છે. આ ત્રણેય નવા સભ્યો ટ્રસ્ટની બેઠકમાં ઓનલાઇન માધ્યમથી જોડાયા હતા.

બુધવારે મંદિરના પ્રથમ CEOના નામની જાહેરાતને લઈને ટ્રસ્ટની મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ. બેઠક દરમિયાન નિવૃત્ત એર માર્શલ જિતેન્દ્ર મિશ્રા(Jitendra Mishra)ની પસંદગી કરવામાં આવી છે.

CEO પદ માટે દેશભરમાંથી કુલ 5,585 અરજીઓ આવી હતી. નિવૃત્ત જસ્ટિસ પ્રમોદ કોહલી(Pramod Kohli)ના વડપણ હેઠળની સ્ક્રીનિંગ કમિટીએ 16 ઉમેદવારોના ઇન્ટરવ્યુ લીધા હતા અને અંતિમ 3 નામોની યાદી બંધ કવરમાં ટ્રસ્ટના અધ્યક્ષને સોંપી હતી.

↗ Read the original at Gujarat Samachar

Citations · 3 reports from 3 outlets

Tap a citation to read it above, right here on T.A.M.

84 Gujarat Samachar ★ most authoritative citation

રામ મંદિર ટ્રસ્ટને નવા CEO મળ્યા, નિવૃત્ત એર માર્શલ જિતેન્દ… - Gujarat Samachar

રામ મંદિર ટ્રસ્ટને નવા CEO મળ્યા, નિવૃત્ત એર માર્શલ જિતેન્દ… Gujarat Samachar

1 week ago
80 TV9 Gujarati

રામ મંદિર ટ્રસ્ટના CEO બન્યા બાદ પૂર્વ એર માર્શલ જિતેન્દ્ર મિશ્રા આ શું બોલી ગયા…-જુઓ Video - TV9 Gujarati

રામ મંદિર ટ્રસ્ટના CEO બન્યા બાદ પૂર્વ એર માર્શલ જિતેન્દ્ર મિશ્રા આ શું બોલી ગયા…-જુઓ Video TV9 Gujarati

1 week ago
80 Google News Gujarati Technology

રામ મંદિર ટ્રસ્ટના CEO બન્યા બાદ પૂર્વ એર માર્શલ જિતેન્દ્ર મિશ્રા આ શું બોલી ગયા…-જુઓ Video - TV9 Gujarati

રામ મંદિર ટ્રસ્ટના CEO બન્યા બાદ પૂર્વ એર માર્શલ જિતેન્દ્ર મિશ્રા આ શું બોલી ગયા…-જુઓ Video TV9 Gujarati

1 week ago

Discussion

Read it on the T.A.M app Weighted news · citations · ad-free
Get the app