નાશિકમાં ડુંગળીના ભાવમાં વધારો અને હોસ્પિટલ ડિસ્ચાર્જ પછીના ખર્ચ અંગે ચિંતા
નાશિકમાં ડુંગળીના ભાવ ક્વિન્ટલ દીઠ 4,500 રૂપિયા સુધી પહોંચ્યા છે. અન્ય અહેવાલમાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ દવાઓ અને ડૉક્ટરના કન્સલ્ટેશનના વધતા ખર્ચ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
First reported 1 week ago · latest update 1 week ago
ખેડૂતો અને વેપારીઓને મજા, આમજનતાને સજા
બજારમાં નવા કાંદા આવતા એક- દોઢ મહિનો લાગશે એટલે ત્યાં સુધી માલની ખેંચ વર્તાશે
મુંબઇ - દેશના સૌથી મોટા કાંદા ઉત્પાદક ક્ષેત્ર નાસિક જિલ્લામાં કાંદાના ભાવમાં ફરીથી તેજી આવી છે. એક ક્વિન્ટલ (૧૦૦ કિલો) કાંદાની કિંમત સાડાચાર હજાર પર પહોંચી છે. ખેડૂતો અને વેપારીઓને લાભ થયો છે. પણ આમજનતાને માટે વધતાં જતા કાંદાના ભાવનો માર સહન કર્યા સિવાય છુટકો જ નથી.
કાંદાની નવધતી જતી કિંમત કાબૂમાં લેવા માટે કેન્દ્ર સરકારે છેલ્લાં દસેક દિવસ દરમિયાન બફર સ્ટોકમાંથી કાંદા બજારમાં વેંચવા કાઢતા કાંદાના ભાવમાં ક્વિન્ટલે લગભગ ૫૦૦ રૃપિયાનો ઘટાડો થયો હતો. પરંતુ આ અઠવાડિયા દરમિયાન કાંદાના ભાવ ફરીથી વધવા માંડયા છે.
મહારાષ્ટ્ર રાજ્ય કાંદા ઉત્પાદક સંગઠને કાંદા ઉત્પાદક ખેડૂતોને અધિરા થઇને કાંદા વેંચવાને બદલે બજારમાં કાંદાની માગણી, અત્યારે કાંદાનો સ્ટોક તેમજ નવા કાંદા ક્યારે આવશે તેનો કયાસ કાઢીને પછી નિયોજન કરવાની સલાહ આપી છે. સારી ક્વોલિટીના કાંદા ઉગાડો, કટકે કટકે વેંચવા કાઢો અને કાંદા ઉગાડવા જે પરિશ્રમ કર્યો છે તેનું યોગ્ય વળતર મેળવો એવી ખેડૂતોને અપીલ કરવામાં આવી છે.
નવા ખરીફ કાંદા બજારમાં આવતા હજી એક- દોઢ મહિનો લાગશે એટલે ત્યાં સુધી માર્કેટમાં કાંદાની ખેંચ વર્તાશે એવું માર્કેટના સૂત્રોએ જણાવ્યું હતું. દોઢ વર્ષની પ્રતીક્ષાને અંતે તાજેતરમાં જ કાંદાની કિંમતે ક્વિન્ટલના ૪ હજારનો આંકડો વટાવ્યો હતો. રિટેલ માર્કેટમાં કાંદાના ભાવમાં ૫૧ ટકાનો વધારો થયા પછી સફાળી જાગેલી સરકારે નાફેડ અને એનસીસીએફના માધ્યમથી કાંદાનો બફર સ્ટોક છુટો કર્યો હતો. કાંદા એક્સપ્રેસ ટ્રેન દ્વારા દિલ્હી, આસામ અને ચેન્નઇ કાંદા મોકલવામાં આવ્યા હતા. આ કાંદાનું ૩૫ રૃપિયે કિલો (ક્વિન્ટલના ૩૫૦૦ રૃા.)ના ભાવે વેચાણ કરવામાં આવ્યું હતું.
સરકારે બફર સ્ટોકના કાંદા વેંચવાની શરૃઆત કરતા કાંદાની જથ્થાબંધ બજારો પર તત્કાળ અસર થઇ હતી અને ક્વિન્ટલ દિઠ ૪૦૦થી ૫૦૦ રૃપિયાનો ભાવમાં ઘટાડો થયો હતો. આ વખતે ગયા વર્ષની સરખામણીએ સંગ્રહ કરવામાં આવેલા કાંદાનો જથ્થો ઓછો છે. એટલે જ સંગઠન તરફથી આગામી ૩-૪ મહિના માર્કેટની સ્થિતિ કેવી રહેશે તેનો વિચાર કરીને કાંદા વેંચવા કાઢવાનું ખેડૂતોને આહવાન કર્યું છે.
નાશિક જિલ્લામાં વરસાદના અભાવે ખરીફ કાંદાના વાવેતરમાં વિલંબ થયો છે. જિલ્લામાં સાધારણ રીતે ૩૦ હજાર હેક્ટર ક્ષેત્રમાં કાંદાના વાવેતરની અપેક્ષા સાથે અત્યાર સુધીમાં માત્ર ૫૦૦ હેક્ટરમાં જ વાવેતર થયું છે. એટલે નવા કાંદા નવેમ્બરના અંતે કે ડિસેમ્બરની શરૃઆતમાં બજારમાં આવવાની શક્યતા છે. દરમિયાન અત્યાર સુદી સંગ્રહી રાખવામાં આવેલા ઉનાળુ કાંદા પૈકી ૬૦થી ૫૦ ટકા કાંદા વેંચાઇ ગયા છે. એટલે હવે માત્ર ૩૫થી ૪૦ ટકા કાંદાનો સ્ટોક બચ્યો છે.
લસણનો ભાવ ૫૦૦ને આંબવાની તૈયારી?
મુંબઇમાં લસણના ભાવ આસમાને પહોંચી ગયા છે. રિટેલમાં ૪૫૦થી ૪૮૦ રૃપિયે કિલો લસણ વેંચાય છે. આવનારા દિવસોમાં ભાવ ૫૦૦ને આંબી જાય તો કહેવાય નહીં એવું કહેવાય છે. લસણના ઓછા ઉત્પાદન અને બજારમાં ઘટેલી માલની આવક સામે પ્રચંજ ડિમાન્ડને લીધે લસણના ભાવ આટલા ઊંચા ગયા હોવાનું જાણવા મળ્યું હતું.
Citations · 3 reports from 3 outlets
Tap a citation to read it above, right here on T.A.M.
નાશિકમાં ફરી કાંદાના ભાવમાં તેજી ક્વિન્ટલના સાડાચાર હજાર - Gujarat Samachar
નાશિકમાં ફરી કાંદાના ભાવમાં તેજી ક્વિન્ટલના સાડાચાર હજાર Gujarat Samachar
1 week agoહોસ્પિટલનું બિલ પાસ થઈ ગયું, હવે ડિસ્ચાર્જ પછીના મોંઘા ડૉક્ટર કન્સલ્ટેશન અને દવાઓનો ખર્ચ કોણ ઉઠાવશે? - TV9 Gujarati
હોસ્પિટલનું બિલ પાસ થઈ ગયું, હવે ડિસ્ચાર્જ પછીના મોંઘા ડૉક્ટર કન્સલ્ટેશન અને દવાઓનો ખર્ચ કોણ ઉઠાવશે? TV9 Gujarati
1 week agoહોસ્પિટલનું બિલ પાસ થઈ ગયું, હવે ડિસ્ચાર્જ પછીના મોંઘા ડૉક્ટર કન્સલ્ટેશન અને દવાઓનો ખર્ચ કોણ ઉઠાવશે? - TV9 Gujarati
હોસ્પિટલનું બિલ પાસ થઈ ગયું, હવે ડિસ્ચાર્જ પછીના મોંઘા ડૉક્ટર કન્સલ્ટેશન અને દવાઓનો ખર્ચ કોણ ઉઠાવશે? TV9 Gujarati
1 week ago