RCB ના નવા માલિકે IPL 2027 પહેલા ટીમનું નામ બદલવાની શક્યતા જાહેર કરી
વિવિધ ગુજરાતી સમાચાર સ્ત્રોતો મુજબ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ના નવા માલિકે IPL 2027 પહેલાં ટીમનું નામ બદલવાની વિચારણા વિશે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. નામ બદલાવની ચોક્કસ વિગતો અથવા સમયસીમા વિશે કોઈ સ્પષ્ટતા નથી.
First reported 1 week ago · latest update 1 week ago
IPLમાં સતત 2 સિઝનનો ખિતાબ જીતીને ઇતિહાસ રચનારી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ એટલે કે RCBના ચાહકો માટે મોટું અપડેટ સામે આવ્યું છે. ફ્રેન્ચાઇઝીનો માલિકી હક સંપૂર્ણપણે બદલાયા બાદ ટીમનું નામ બદલાશે તેવી અટકળો ચાલી રહી હતી.જોકે,હવે RCBના નવા ચેરમેન આર્યમાન બિરલાએ આ તમામ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.નવા માલિકે સ્પષ્ટ કરી દીધું છે કે માલિકી હકમાં ફેરફાર થયો હોવા છતાં ટીમના નામમાં કોઈ બદલાવ કરવામાં આવશે નહીં.એટલે કે IPL 2027માં પણ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ એટલે કે RCBના નામથી જ રમતી જોવા મળશે.
RCBનું નામ બદલાશે કે નહીં? IPL 2026 પહેલાં આદિત્ય બિરલા ગ્રુપ,મીડિયા રિપોર્ટ અનુસાર બ્લેકસ્ટોન અને બોલ્ટ વેન્ચર્સના સંયુક્ત કન્સોર્ટિયમે RCBની 100 ટકા ભાગીદારી ખરીદી હતી. આ મોટા સોદા બાદ એવી અટકળો શરૂ થઈ હતી કે નવા માલિકો પોતાની બ્રાન્ડિંગ પ્રમાણે ટીમના નામમાં ફેરફાર કરી શકે છે.જોકે,નવા મેનેજમેન્ટે RCBની વર્ષોથી બનેલી ઓળખ અને ચાહકોની લાગણીને પ્રાથમિકતા આપી છે.ટીમના નવા ચેરમેન આર્યમાન બિરલાએ તાજેતરમાં એક કાર્યક્રમ દરમિયાન સ્પષ્ટ કહ્યું કે માલિકી બદલાઈ હોવા છતાં ટીમનું નામ બદલવાની કોઈ યોજના નથી.તેમના જણાવ્યા મુજબ RCB એક મોટી વૈશ્વિક બ્રાન્ડ છે અને આ નામ સાથે કરોડો ચાહકો જોડાયેલા છે. તેથી ટીમની ઐતિહાસિક ઓળખ સાથે કોઈ છેડછાડ કરવામાં આવશે નહીં. અનન્યા બિરલાએ પણ આપ્યા હતા સંકેત આર્યમાન બિરલાના નિવેદન પહેલાં તેમની બહેન અનન્યા બિરલાએ પણ સોશિયલ મીડિયા દ્વારા એવા સંકેત આપ્યા હતા કે ફ્રેન્ચાઇઝીની ઐતિહાસિક ઓળખ જાળવી રાખવામાં આવશે.RCB માત્ર એક ક્રિકેટ ટીમ નથી,પરંતુ છેલ્લા ઘણા વર્ષોમાં તે IPLની સૌથી લોકપ્રિય બ્રાન્ડમાંથી એક બની ગઈ છે.ટીમના નામ અને લોગો સાથે ચાહકોની લાગણી જોડાયેલી છે. તેથી નવા માલિકો પણ આ ઓળખને જાળવી રાખવાના પક્ષમાં હોવાનું સામે આવ્યું છે. 18 વર્ષના ઇંતજાર બાદ મળ્યો પહેલો ખિતાબ 2008માં IPLની શરૂઆતથી લઈને 2024 સુધી RCB એક પણ વખત IPLનો ખિતાબ જીતી શકી નહોતી.જોકે વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓની હાજરીને કારણે ટીમની લોકપ્રિયતા હંમેશા ટોચ પર રહી હતી.પછી 2025માં ભારતીય બેટર રજત પાટીદારને ટીમની કમાન સોંપવામાં આવી હતી.તેમના નેતૃત્વમાં RCBએ 18 વર્ષનો ખિતાબનો ઇંતજાર પૂર્ણ કરીને પહેલી વખત IPL ટ્રોફી જીતી હતી.રજત પાટીદારની આગેવાનીમાં ટીમની સફળતાનો સિલસિલો આગળ પણ ચાલુ રહ્યો.
RCBએ IPL 2026નો ખિતાબ જીતીને સતત બીજી વખત ચેમ્પિયન બનવાનો કારનામો કર્યો હતો. હવે IPL 2027માં હેટ્રિક પર નજર સતત 2 IPL ખિતાબ જીત્યા બાદ હવે RCBની નજર 2027માં ટ્રોફીની હેટ્રિક પર રહેશે.ટીમની સફળતા સાથે તેની બ્રાન્ડ વેલ્યૂ અને લોકપ્રિયતા પણ વધુ વધી છે.આવી સ્થિતિમાં નવા માલિકો માટે ટીમનું નામ બદલવું સરળ નિર્ણય નહોતો.RCB નામ પહેલેથી જ વૈશ્વિક સ્તરે મજબૂત ઓળખ બનાવી ચૂક્યું છેતેથી મેનેજમેન્ટે ચાહકોની લાગણી અને ટીમની બ્રાન્ડ વેલ્યૂને ધ્યાનમાં રાખીને નામ યથાવત રાખવાનો નિર્ણય લીધો છે.હવે RCBના ચાહકો માટે સ્પષ્ટ છે કે માલિકી બદલાશે તો પણ ટીમની ઓળખ નહીં બદલાય.IPL 2027માં પણ ટીમ પોતાના જાણીતા નામ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સાથે મેદાનમાં ઉતરશે અને સતત ત્રીજો ખિતાબ જીતવાનો પ્રયાસ કરશે. આ પણ વાંચો - IND W Vs pk W Live : પાકિસ્તાન ટીમે ભારતીય સામે જીત્યો ટોસ,બેટિંગ કરવાનો લીધો નિર્ણય
Citations · 3 reports from 3 outlets
Tap a citation to read it above, right here on T.A.M.
IPL 2027 પહેલાં RCBનું નામ બદલાશે? નવા માલિકે કરી મોટી જાહેરાત - Sandesh News
IPL 2027 પહેલાં RCBનું નામ બદલાશે? નવા માલિકે કરી મોટી જાહેરાત Sandesh News
1 week agoIPL 2027 પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનું નામ બદલાશે? RCBના નવા માલિકે કર્યો મોટો ખુલાસો - TV9 Gujarati
IPL 2027 પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનું નામ બદલાશે? RCBના નવા માલિકે કર્યો મોટો ખુલાસો TV9 Gujarati
1 week agoIPL 2027 પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનું નામ બદલાશે? RCBના નવા માલિકે કર્યો મોટો ખુલાસો - TV9 Gujarati
IPL 2027 પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનું નામ બદલાશે? RCBના નવા માલિકે કર્યો મોટો ખુલાસો TV9 Gujarati
1 week ago