T.A.M · The Air Media
← Back to live feed
Weightage 76 3 outlets citing India IN

અમદાવાદ એરપોર્ટ પર કૂકીઝ અને કોર્ન ફ્લેક્સની આડમાં લઇ જવાતો 5 કરોડનો ગાંજો ઝડપાયો - Gujarat Samachar

અમદાવાદ એરપોર્ટ પર કૂકીઝ અને કોર્ન ફ્લેક્સની આડમાં લઇ જવાતો 5 કરોડનો ગાંજો ઝડપાયો Gujarat Samachar

First reported 1 week ago · latest update 1 week ago
T.A.M verified this synthesis across 3 independent outlets. The headline and summary are written neutrally from all citations below.
Gujarat Samachar Authority 84

Ahmedabad Airport Drug Seizure : અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ અધિકારીઓએ 5 સપ્ટેમ્બરના રોજ મોટી કાર્યવાહી હાથ ધરી હતી. વિયેતનામની વિયેટજેટ એરની ફ્લાઇટ VJ-1805 દ્વારા હો ચી મિન્હ સિટીથી આવેલા મુંબઈના એક પેસેન્જરના હેન્ડ બેગેજમાંથી આશરે 5,519.7 ગ્રામ શંકાસ્પદ હાઇડ્રોપોનિક ગાંજો ઝડપાયો છે. ગેરકાયદે બજારમાં જપ્ત કરાયેલા આ ડ્રગ્સની અંદાજિત કિંમત આશરે 5.5 કરોડ રૂપિયા જેટલી થાય છે.

ડ્રગ્સ છુપાવવાની અનોખી મોડસ ઓપરેન્ડી

પેસેન્જર પ્રોફાઇલિંગ અને એક્સ-રે સ્ક્રીનિંગ દરમિયાન એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) ના અધિકારીઓને બેગમાં શંકાસ્પદ સામગ્રી મળી આવી હતી. તપાસ દરમિયાન એલ્યુમિનિયમ ફોઇલમાં વીંટેલા 24 અલગ-અલગ પેકેટમાં લીલા રંગનો પદાર્થ મળી આવ્યો હતો. આ પેકેટોને સામાન્ય ખાદ્ય પદાર્થ તરીકે દર્શાવવા માટે 3 કૂકીઝના બોક્સ અને કોર્ન ફ્લેક્સના એક પેકેટની અંદર ચતુરાઈપૂર્વક છુપાવવામાં આવ્યા હતા.

NDPS ફિલ્ડ-ટેસ્ટિંગ કિટ દ્વારા પ્રાથમિક તપાસ કરતાં આ પદાર્થ ગાંજો હોવાની પુષ્ટિ થઈ હતી. નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સ એક્ટ, 1985 ની જોગવાઈઓ હેઠળ પ્રતિબંધિત સામગ્રી જપ્ત કરીને આરોપી મુસાફરની ધરપકડ કરવામાં આવી છે. કસ્ટમ્સ અધિકારીઓ દ્વારા ડ્રગ્સના સ્રોત, તેનો હેતુ અને કોઈપણ મોટા દાણચોરી નેટવર્ક સાથેના કનેક્શનની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.

↗ Read the original at Gujarat Samachar

Citations · 3 reports from 3 outlets

Tap a citation to read it above, right here on T.A.M.

84 Gujarat Samachar ★ most authoritative citation

અમદાવાદ એરપોર્ટ પર કૂકીઝ અને કોર્ન ફ્લેક્સની આડમાં લઇ જવાતો 5 કરોડનો ગાંજો ઝડપાયો - Gujarat Samachar

અમદાવાદ એરપોર્ટ પર કૂકીઝ અને કોર્ન ફ્લેક્સની આડમાં લઇ જવાતો 5 કરોડનો ગાંજો ઝડપાયો Gujarat Samachar

1 week ago
80 TV9 Gujarati

Breaking News : અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો રૂ.5 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો, મુંબઈના યાત્રીની ધરપકડ - TV9 Gujarati

Breaking News : અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો રૂ.5 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો, મુંબઈના યાત્રીની ધરપકડ TV9 Gujarati

1 week ago
80 Google News Gujarati Technology

Breaking News : અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો રૂ.5 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો, મુંબઈના યાત્રીની ધરપકડ - TV9 Gujarati

Breaking News : અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો રૂ.5 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો, મુંબઈના યાત્રીની ધરપકડ TV9 Gujarati

1 week ago

Discussion

Read it on the T.A.M app Weighted news · citations · ad-free
Get the app