Preparations and guidance for Ganesh Chaturthi 2026
Media outlets are providing guidance for the 2026 Ganesh Chaturthi festival, including dates, auspicious timings for installation and immersion, and suggestions for traditional offerings.
First reported 1 week ago · latest update 1 day ago
Ganesh Chaturthi 2026 Horoscope: ભાદ્રપદ શુક્લ ચતુર્થી એટલે કે 14 સપ્ટેમ્બર 2026, સોમવારના રોજ દેશભરમાં ગણેશ ચતુર્થીનો પાવન પર્વ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશ બુદ્ધિ, રિદ્ધિ-સિદ્ધિ અને શુભતાના દાતા છે. ગણેશ ચતુર્થી પર બાપ્પાના આગમનની સાથે જ ગ્રહોની વિશેષ સ્થિતિઓ અને શુભ યોગોના પ્રભાવથી કેટલીક રાશિઓ માટે આ સમય અત્યંત ભાગ્યશાળી રહેવાનો છે. ગણેશ ચતુર્થીથી આ મુખ્ય રાશિઓને સૌથી વધુ લાભ અને ભાગ્યનો સાથ મળવાની શક્યતા છે.
મેષ રાશિના જાતકોને ભગવાન ગણેશની કૃપાથી અટકેલા કામોમાં ગતિ મળશે, કાર્યક્ષેત્રમાં નવી જવાબદારીઓ અને પ્રમોશનના યોગ બનશે તેમજ અચાનક ધન લાભ અને નવા બિઝનેસ પ્રોજેક્ટમાં સફળતા મળશે.
મિથુન રાશિના સ્વામી બુધ દેવ હોવાથી અને તેમનો સંબંધ ગણેશજી સાથે હોવાથી આ રાશિના લોકોની નિર્ણય લેવાની ક્ષમતામાં સુધારો થશે. આવકના નવા સ્ત્રોત બનવાની સાથે રોકાણ કે પૈતૃક સંપત્તિથી મોટો નફો થઈ શકે છે.
કન્યા રાશિના જાતકો માટે આ સમયગાળા દરમિયાન બુધ પોતાની ઉચ્ચ રાશિમાં હોવાથી જબરદસ્ત લાભ મળશે, સમાજ અને કાર્યસ્થળ પર પ્રતિભાની સરાહના થશે તથા સ્પર્ધાત્મક પરીક્ષા કે નોકરીની તૈયારી કરી રહેલા લોકોને ખુશખબર મળી શકે છે.
તુલા રાશિના જાતકો માટે ઘર-પરિવારમાં માંગલિક કાર્યોનું આયોજન થઈ શકે છે અને નવું વાહન કે પ્રોપર્ટી ખરીદવાના યોગ બની રહ્યા છે. આ સિવાય બિઝનેસમાં કોઈ મોટી પાર્ટનરશિપ ફાઈનલ થઈ શકે છે, જેનાથી ભવિષ્યમાં મોટો ફાયદો થશે.
મકર રાશિના લોકોને લાંબા સમયથી ચાલી આવતી આર્થિક કે માનસિક પરેશાનીઓમાંથી ગણેશજીની કૃપાથી મુક્તિ મળશે. ભાગ્યના સાથથી નોકરીયાત વર્ગ માટે આ સમય પગાર વધારા અને નવી તકોથી ભરેલો રહેશે.
ગણેશ ચતુર્થી પર બાપ્પાની કૃપા મેળવવાના ખાસ ઉપાયો
ગણેશ ચતુર્થીના શુભ દિવસે ભગવાન શ્રી ગણેશને 21 દૂર્વા અને મોદક અથવા બેસનના લાડુનો ભોગ અવશ્ય લગાવવો જોઈએ. આ ઉપરાંત પૂજન સમયે 'ઓમ ગં ગણપતયે નમઃ' મંત્રનો ઓછામાં ઓછો 108 વાર જાપ કરવાથી વિઘ્નહર્તા તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે.
Citations · 5 reports from 3 outlets
Tap a citation to read it above, right here on T.A.M.
Ganesh Chaturthi 2026: 14 સપ્ટેમ્બરે પધારશે બાપ્પા! આ 5 રાશ… - Gujarat Samachar
Ganesh Chaturthi 2026: 14 સપ્ટેમ્બરે પધારશે બાપ્પા! આ 5 રાશ… Gujarat Samachar
1 week agoGanesh Chaturthi 2026: ચોકલેટથી લઈને માવા સુધી, ગણેશોત્સવમાં બાપ્પા માટે બનાવો 5 અનોખા મોદક, પ્રસાદમાં... - TV9 Gujarati
Ganesh Chaturthi 2026: ચોકલેટથી લઈને માવા સુધી, ગણેશોત્સવમાં બાપ્પા માટે બનાવો 5 અનોખા મોદક, પ્રસાદમાં... TV9 Gujarati
6 days agoGanesh Chaturthi 2026: 14 કે 15 ક્યારે છે ગણેશ ચતુર્થી ? જાણી લો ગણેશ સ્થાપનાથી લઈ વિસર્જન સુધીના શુભ મુહૂર્ત - India.com
Ganesh Chaturthi 2026: 14 કે 15 ક્યારે છે ગણેશ ચતુર્થી ? જાણી લો ગણેશ સ્થાપનાથી લઈ વિસર્જન સુધીના શુભ મુહૂર્ત India.com
4 days agoGanesh Chaturthi 2026: ભગવાન ગણેશના સ્વાગત પહેલા ઘરે લાવો આ શુભ વસ્તુઓ, આખું વર્ષ રહેશે સુખ-સમૃદ્ધિ! - tv9gujarati.com
Ganesh Chaturthi 2026: ભગવાન ગણેશના સ્વાગત પહેલા ઘરે લાવો આ શુભ વસ્તુઓ, આખું વર્ષ રહેશે સુખ-સમૃદ્ધિ! tv9gujarati.com
2 days agoGanesh Chaturthi 2026: ગણેશ ચતુર્થી પર આ વિધિથી કરો મૂર્તિ સ્થાપના, ઘરમાં બની રહેશે સુખ-સમૃદ્ધિ! - TV9 Gujarati
Ganesh Chaturthi 2026: ગણેશ ચતુર્થી પર આ વિધિથી કરો મૂર્તિ સ્થાપના, ઘરમાં બની રહેશે સુખ-સમૃદ્ધિ! TV9 Gujarati
1 day ago