T.A.M · The Air Media
← Back to live feed
Weightage 90 3 outlets citing Politics IN

ગુજરાત વિધાનસભામાં દારૂ બાંધણી મુદ્દે વિરોધ અને તણાવ

ગુજરાતની વિધાનસભામાં કોંગ્રેસના સભ્યો દારૂ બાંધણી સંબંધિત પ્રશ્નો ઉઠાવી સરકારને આક્ષેપ કરે છે, જેના કારણે નેતાઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપી થાય છે. વિવિધ સ્થાનિક સમાચાર સ્ત્રોતો આ વિરોધને રાજ્યની સત્રમાં ચર્ચા તરીકે દર્શાવે છે. કોઈ મુખ્ય મતભેદ નોંધાયો નથી.

First reported 4 days ago · latest update 3 days ago
T.A.M verified this synthesis across 3 independent outlets. The headline and summary are written neutrally from all citations below.
BBC News Gujarati Authority 90

ગુજરાતમાં વિધાનસભાનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે ત્યારે વીસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ગૃહમાં એક સવાલ પૂછ્યો હતો તે હાલ ચર્ચામાં છે.

તેમણે ગૃહમાં પૂછ્યું હતું કે ઑન પેમેન્ટ પોલીસ બંદોબસ્તની નીતિ હેઠળ અમલમાં છે કે નહીં અને છે તો તે હેઠળ છેલ્લાં બે વર્ષ દરમિયાન કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી ઑન પેમેન્ટ બંદોબસ્ત પેટે કેટલી રકમ વસૂલવામાં આવી.

ગૃહ વિભાગ દ્વારા તે પ્રશ્નનો જવાબ આપ્યો હતો કે ઑન પેમેન્ટ પોલીસ બંદોબસ્તની નીતિ હાલ અમલમાં છે.

ગૃહ વિભાગે સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લાનો ઉલ્લેખ કર્યો હતો, જ્યાં કેટલા પૈસા વસૂલ્યા છે અને કેટલા બાકી છે એ પણ જણાવ્યું હતું.

ગૃહ વિભાગના જવાબ બાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મીડિયાને સંબોધતા કહ્યું, "ગુજરાતમાં પોલીસ પણ 'ભાડે' મળે છે અને પૈસાવાળાઓ માટે પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવે છે."

તાજેતરમાં ગાંધીનગરમાં ચાલી રહેલા વિધાનસભા સત્ર દરમિયાન પ્રશ્નોત્તરી સત્ર અંગે મીડિયા સાથે વાત કરતા આમ આદમી પાર્ટીના વીસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે "વિધાનસભામાં મારો એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ પ્રશ્ન હતો કે ઑન પેમેન્ટ પોલીસ બંદોબસ્તની નીતિ હેઠળ અમલમાં છે તેવું સરકારે સ્વીકાર્યું છે"

ગોપાલ ઇટાલિયાએ દાવો કર્યો કે "ગુજરાત સરકાર પોલીસને ભાડે આપે છે. તે પણ ફક્ત પૈસાદાર લોકોને મળે છે."

તેમણે કટાક્ષ કરતાં કહ્યું, "મને પણ એક એસપી ભાડે જોઈએ છે, હું ગમે તે ભાડું ચૂકવીશ, મને એક એસપી, એક ડીવાયએસપી અને ચાર કૉન્સ્ટેબલ ભાડા પર જોઈએ છે."

તેમણે આગળ કહ્યું, "સરકારે પોલીસને ભાડે આપવાના આંકડા જાહેર કર્યા છે, જે મુજબ સરકારે કચ્છમાંથી 17 કરોડની કમાણી કરી છે, અને તેમાંથી રૂપિયા 57 લાખ હજુ પણ કંપનીઓ પાસેથી બાકી છે. ગૃહમંત્રીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સ્વીકાર્યું કે આ નીતિ અમલમાં છે."

ઇટાલિયાએ વધુમાં જણાવ્યું હતું કે બંધારણ દ્વારા આપવામાં આવેલા પોલીસ યુનિફોર્મની ગરિમાને નીચે લાવીને સરકાર શું સાબિત કરવા માગે છે?

તેમણે કહ્યું "ફક્ત પોલીસ જ નહીં, પણ કોઈ સરકારી અધિકારી ભાડા માટે ઉપલબ્ધ ન હોવા જોઈએ."

ગુજરાત સરકારના ગૃહ વિભાગે ગોપાલ ઇટાલિયાના આ સવાલનો જવાબ આપ્યો હતો.

ગૃહ વિભાગે સ્વીકાર્યું હતું કે ઑન પેમેન્ટ પોલીસ બંદોબસ્તની નીતિ હાલ અમલમાં છે.

ગૃહ વિભાગ અનુસાર, 'અને આ પ્રકારના ઑન પેમેન્ટ પોલીસ બંદોબસ્ત ફાળવવાની માર્ગદર્શિકા અને સંવર્ગવાર વસૂલવામાં આવતી રકમ અંગેની જોગવાઈઓ ગૃહ વિભાગના તા. 1/10/1999ના ઠરાવ ક્રમાંક: મહક-1098-876-સ મુજબ નક્કી કરવામાં આવે છે.'

તેમજ ગૃહ વિભાગ દ્વારા જવાબમાં છેલ્લાં બે વર્ષ દરમિયાન કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી ઑન પેમેન્ટ બંદોબસ્ત પેટે કેટલી રકમ વસૂલવામાં આવી છે અને કેટલી રકમ બાકી છે તેની વિગતો પણ રજૂ કરવામાં હતી.

ગૃહ વિભાગના જવાબના જણાવ્યા અનુસાર, કચ્છ જિલ્લામાં ફાળવેલા બંદોબસ્ત માટે વસૂલાત કરાયેલી કુલ રકમ રૂપિયા 17,21,27,621 રૂપિયા છે, જ્યારે રૂપિયા 57,50,596ની રકમ હજુ વસૂલ કરવાની બાકી છે.

"એ જ રીતે, સુરેન્દ્રનગર જિલ્લામાં ઑન પેમેન્ટ બંદોબસ્ત પેટે કુલ રૂપિયા 7,04,90,476ની વસૂલાત કરવામાં આવી છે અને કુલ રૂપિયા 2,02,42,281ની રકમની વસૂલાત હજુ બાકી છે."

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

પૂર્વ ડીજીપી અને અમદાવાદ યુનિવર્સિટીના પ્રોફેસર વિનોદ મલ્લ બીબીસી સાથે વાત કરતાં જણાવે છે કે ઑન પેમેન્ટ પોલીસ બંદોબસ્ત નીતિ હેઠળ પોલીસ દરેક પ્રાઇવેટ કંપનીને ઑન પેમેન્ટ બંદોબસ્ત નથી આપી શકતી, કેટલાક અનિવાર્ય સંજોગોમાં જ આ શક્ય છે.

તેઓ કહે છે, "તેમાં સરકાર જે કંપનીને ખરેખર પરવડી શકે તેને આપી શકે અને તેમાં પણ દરેક કંપની નહીં, જેમ કે કોઈ ઝવેરી એમ કહે કે મારે પોલીસને પૈસા આપીને ગોલ્ડની સુરક્ષા કરાવવી છે તો સામાન્ય રીતે આવું બની શકે નહીં."

"આ જાહેર સુરક્ષા હેઠળ પોલીસનું કામ છે, પણ બિઝનેસ હેતુથી પોલીસને પૈસા આપી કામ લેવું તેવું નથી હોતું. કદાચ કાયદાકીય વિવાદ હોય તો સુરક્ષા બાબતમાં ધ્યાને લેવામાં આવી શકે."

તેઓ વધુમાં કહે છે, "પરંતુ સામાન્ય રીતે દરેક કંપનીને સામાન્ય બિઝનેસ ઍક્ટિવિટી હેઠળ ઑન પેમેન્ટ પોલીસ બંદોબસ્ત આપતો નથી."

"કોઈ પબ્લિક સેક્ટર કંપની છે જેમ કે ઓનજીસી હોય કે અન્ય કોઈ એવી કંપનીને જરૂરી સંજોગોમાં મળી શકે છે અથવા ખાસ સુરક્ષા સંજોગોને લઈને જરૂરી હોય તો ખાનગી કંપની મળી શકે જે પોલીસને પૂરતું પેમેન્ટ કરી શકે તો તેને ધ્યાને લેવામાં આવતું હોય છે."

તેઓ એમ પણ કહે છે કે "આનાથી સરકારની આવકમાં વધારો પણ થતો હોય છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન

↗ Read the original at BBC News Gujarati

Citations · 3 reports from 3 outlets

Tap a citation to read it above, right here on T.A.M.

90 BBC News Gujarati ★ most authoritative citation

'ગુજરાતમાં પોલીસ ભાડે મળે છે' - ગોપાલ ઇટાલિયાની આ વાતનો સરકારે વિધાનસભામાં શું જવાબ આપ્યો?

ગુજરાતમાં વિધાનસભાનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે ત્યારે વીસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ગૃહમાં એક સવાલ પૂછ્યો હતો તે હાલ ચર્ચામાં છે. તેમણે ગૃહમાં પૂછ્યું હતું કે ઑન પેમેન્ટ પોલીસ બંદોબસ્તની નીતિ હેઠળ અમલમાં છે કે નહીં અને છે તો તે હેઠળ છેલ્લાં બે વર્ષ દરમિયાન કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી ઑન પેમેન્ટ બંદોબસ્ત પેટે કેટલી રકમ વસૂલવામાં આવી.

3 days ago
85 Divya Bhaskar Gujarati

બોટાદના ખેડૂતોના પાક બચાવવા ધારાસભ્યએ વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવ્યો: પાણી અને વીજળીની માંગ કરી, સરકારે પાણી છો... - Divya Bhaskar

બોટાદના ખેડૂતોના પાક બચાવવા ધારાસભ્યએ વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવ્યો: પાણી અને વીજળીની માંગ કરી, સરકારે પાણી છો... Divya Bhaskar

3 days ago
84 Gujarat Samachar

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસે દારૂબંધીના મુદ્દે સરકારને ઘેરી, નેતાઓ-પોલીસ વચ્ચે ઝપાઝપી-ઘર્ષણ - Gujarat Samachar

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસે દારૂબંધીના મુદ્દે સરકારને ઘેરી, નેતાઓ-પોલીસ વચ્ચે ઝપાઝપી-ઘર્ષણ Gujarat Samachar

4 days ago

Discussion

Read it on the T.A.M app Weighted news · citations · ad-free
Get the app