T.A.M · The Air Media
← Back to live feed
Weightage 81 3 outlets citing India IN

LCB arrests three suspects in fake foreign liquor factory raid in Bhavnagar, Gujarat

The Gujarat LCB seized another counterfeit foreign‑liquor manufacturing unit in Bhavnagar and detained three individuals – two for fraud and one for theft – according to multiple Gujarati news sources.

First reported 2 days ago · latest update 1 day ago
T.A.M verified this synthesis across 3 independent outlets. The headline and summary are written neutrally from all citations below.
Divya Bhaskar Gujarati Authority 85

મહીસાગર જિલ્લા LCB પોલીસે નાસતા ફરતા ગુનેગારો સામે આકરી કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસનની સૂચના અને માર્ગદર્શન હેઠળ LCBની ટીમોએ બાતમીના આધારે લુણાવાડા બસ સ્ટેશન પાસેથી છેતરપિંડીના ગુનામાં ફરાર બે આરોપીઓ તેમજ ચોરીના ગુનામાં છેલ્લા એક વર્ષથી પોલીસને થાપ આપતા એક આરોપી મળી કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

છેતરપિંડીના ગુનામાં બોટાદના બે આરોપીઓ ઝડપાયા LCB પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એમ. મકવાણાને મળેલી સચોટ બાતમીના આધારે પોલીસે લુણાવાડા બસ સ્ટેશન પાસે દરોડો પાડી સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લામાં છેતરપિંડી આચરનાર સોમીલ ફિરોજ ખોખર અને ફિરોજ અનવર ખોખર (બંને રહે. મોરારીનગર, તુરખા રોડ, બોટાદ)ને ઝડપી પાડ્યા હતા. બંને આરોપીઓ સામે બોટાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે, જ્યારે ફિરોજ ખોખર સામે સુરેન્દ્રનગર પોલીસ સ્ટેશનમાં પણ છેતરપિંડીનો ગુનો દાખલ થયેલો છે.

ચોરીના ગુનામાં 1 વર્ષથી નાસતો ફરતો આરોપી દબોચાયો આ ઉપરાંત LCB સ્ટાફના એ.એસ.આઈ. ક્રુષ્ણકુમારને મળેલી બાતમીના આધારે લુણાવાડા બસ સ્ટેશન ખાતે વોચ ગોઠવવામાં આવી હતી. જે દરમિયાન લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર આરોપી ઇસ્માઇલ ઉર્ફે ડોડવો સલીમ કલંદર (રહે. ગોધરા મહોલ્લા, ગોધરા) સ્થળ પર આવતાં જ તેને કોર્ડન કરીને પકડી પાડવામાં આવ્યો હતો.

આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ લુણાવાડા બસ સ્ટેશન પરથી એકસાથે ત્રણ ગુનેગારોને પકડી પાડવામાં મહીસાગર LCBને મોટી સફળતા સાંપડી છે. પકડાયેલા ત્રણેય આરોપીઓ સામે કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી તેમને સંબંધિત પોલીસ સ્ટેશનોને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

↗ Read the original at Divya Bhaskar Gujarati

Citations · 3 reports from 3 outlets

Tap a citation to read it above, right here on T.A.M.

85 Divya Bhaskar Gujarati ★ most authoritative citation

મહીસાગર LCBએ છેતરપિંડી અને ચોરીના 3 આરોપી ઝડપ્યા: લુણાવાડા બસ સ્ટેશન પાસેથી બે છેતરપિંડી અને એક ચોરીનો ફરાર... - Divya Bhaskar

મહીસાગર LCBએ છેતરપિંડી અને ચોરીના 3 આરોપી ઝડપ્યા: લુણાવાડા બસ સ્ટેશન પાસેથી બે છેતરપિંડી અને એક ચોરીનો ફરાર... Divya Bhaskar

2 days ago
80 TV9 Gujarati

Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ, LCBએ 3 આરોપીની કરી ધરપકડ- Video - TV9 Gujarati

Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ, LCBએ 3 આરોપીની કરી ધરપકડ- Video TV9 Gujarati

1 day ago
80 Google News Gujarati Technology

Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ, LCBએ 3 આરોપીની કરી ધરપકડ- Video - tv9gujarati.com

Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ, LCBએ 3 આરોપીની કરી ધરપકડ- Video tv9gujarati.com

1 day ago

Discussion

Read it on the T.A.M app Weighted news · citations · ad-free
Get the app