ભારે વરસાદને પગલે અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ
અમદાવાદમાં સાંજે 4 વાગ્યા બાદ ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ખાડિયા વિસ્તારમાં મકાન ધરાશાયી થવાની ઘટનામાં લોકોના ફસાયા હોવાના અહેવાલ છે.
First reported 1 day ago · latest update 18 hours agoઅમદાવાદમાં રવિવારે સાંજે વીજળીના કડાકા-ભડાકા અને તોફાની પવન સાથે અનરાધાર વરસાદ તૂટી પડતાં સમગ્ર શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. પૂર્વથી પશ્ચિમ સુધી પડેલા સાંબેલાધાર વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાતાં વાહનવ્યવહાર ઠપ થઈ ગયો હતો, જ્યારે ખાડિયા વિસ્તારમાં એક જૂનું મકાન ધરાશાયી થતાં ચાર લોકો કાટમાળ નીચે દબાઈ ગયા હતા. ફાયરની ટીમે ત્રણનું રેસ્ક્યૂ કર્યું હતું જ્યારે એક મહિલાનું મોત નીપજ્યું હતું.
શહેરમાં સાંજે 4 વાગ્યા થી 7 વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ ઉત્તર ઝોનમાં આવેલા એસ.પી. રીંગ રોડ નજીક હંસપુરામાં અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. શહેરમાંથી વરસાદી પાણીનો નિકાલ કરવા માટે સાબરમતી નદી પર આવેલા વાસણા બેરેજના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે. શહેરમાં એકમાત્ર મીઠાખળી અન્ડર પાસ વરસાદી પાણી ભરાયું હોવાના પગલે બંધ કરવામાં આવ્યો હતો.
અમદાવાદના જુદા-જુદા વિસ્તારના વરસાદની તસવીરો
Citations · 5 reports from 3 outlets
Tap a citation to read it above, right here on T.A.M.
અમદાવાદમાં સાંજે 4 વાગ્યા બાદ મેઘતાંડવ: ધોધમાર વરસાદથી રસ્તાઓ જળબંબાકાર, ખાડિયામાં મકાન ધરાશાયી થતાં 4 લોકો... - Divya Bhaskar
અમદાવાદમાં સાંજે 4 વાગ્યા બાદ મેઘતાંડવ: ધોધમાર વરસાદથી રસ્તાઓ જળબંબાકાર, ખાડિયામાં મકાન ધરાશાયી થતાં 4 લોકો... Divya Bhaskar
1 day agoઅમદાવાદમાં લાંબા વિરામ બાદ ખાબક્યો ધોધમાર વરસાદ, અનેક વિસ્તારો થયા જળબંબાકાર- Video - TV9 Gujarati
અમદાવાદમાં લાંબા વિરામ બાદ ખાબક્યો ધોધમાર વરસાદ, અનેક વિસ્તારો થયા જળબંબાકાર- Video TV9 Gujarati
1 day agoઅમદાવાદમાં લાંબા વિરામ બાદ ખાબક્યો ધોધમાર વરસાદ, અનેક વિસ્તારો થયા જળબંબાકાર- Video - TV9 Gujarati
અમદાવાદમાં લાંબા વિરામ બાદ ખાબક્યો ધોધમાર વરસાદ, અનેક વિસ્તારો થયા જળબંબાકાર- Video TV9 Gujarati
1 day agoBreaking News : પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 6 કલાકમાં 3થી 4 ઈંચ સુધી વરસાદ... - TV9 Gujarati
Breaking News : પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 6 કલાકમાં 3થી 4 ઈંચ સુધી વરસાદ... TV9 Gujarati
22 hours agoઅમદાવાદ શહેરમાં વરસાદ રહી ગયાના બે કલાક બાદ પણ ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ, પાણી ન ઓસરતા મનપાની કામગીરી... - tv9gujarati.com
અમદાવાદ શહેરમાં વરસાદ રહી ગયાના બે કલાક બાદ પણ ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ, પાણી ન ઓસરતા મનપાની કામગીરી... tv9gujarati.com
18 hours ago