Asian Games 2026: 19 વર્ષીય ઝાંગ ઝાન્શુઓએ રચ્યો ઈતિહાસ, 8મા… - Gujarat Samachar
Asian Games 2026: 19 વર્ષીય ઝાંગ ઝાન્શુઓએ રચ્યો ઈતિહાસ, 8મા… Gujarat Samachar
First reported 6 days ago · latest update 1 hour ago
Asian Games 2026: ટોક્યો ખાતે યોજાયેલી એશિયન ગેમ્સ 2026માં ચીનના 19 વર્ષીય યુવા સ્વિમર ઝાંગ ઝાંશુઓએ (Zhang Zhanshuo) ઈતિહાસ રચી દીધો છે. શુક્રવારે પુરુષોની 400 મીટર ફ્રીસ્ટાઈલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને તેણે એક જ એડિશનમાં કુલ 7 ગોલ્ડ મેડલ જીતવાની અસાધારણ સિદ્ધિ હાંસલ કરી છે. એશિયન ગેમ્સના 75 વર્ષના ઈતિહાસમાં આ અગાઉ કોઈ પણ ખેલાડીએ એક જ એડિશનમાં આટલા ગોલ્ડ મેડલ જીત્યા નથી. ઝાંગે આ સ્પર્ધામાં કુલ 8 ઈવેન્ટ્સમાં ભાગ લીધો હતો, જેમાંથી 7 ઈવેન્ટ્સમાં તેણે સીધા પોડિયમ પર ટોચનું સ્થાન મેળવીને સોવર્ણ ચંદ્રક પોતાના નામે કર્યો હતો.
400 મીટર ફ્રીસ્ટાઈલમાં ગેમ્સ રેકોર્ડ સાથે મેળવી ઐતિહાસિક જીત
ટોક્યો એક્વેટિક્સ સેન્ટરમાં ઝાંગે પુરુષોની 400 મીટર ફ્રીસ્ટાઈલ રેસ 3 મિનિટ 41.28 સેકન્ડના નવા ગેમ્સ રેકોર્ડ સમય સાથે પૂરી કરી હતી. તેણે જાપાનના સિલ્વર મેડલ વિજેતા કાઝુશી ઈમાફુકુને 4.27 સેકન્ડના મોટા માર્જિનથી પાછળ છોડી દીધો હતો. રેસ પૂરી થયા પછી તેણે લેન ડિવાઈડર પર બેસીને હાથની આંગળીઓ પર પોતાના સાતેય ગોલ્ડ મેડલ ગણીને અનોખી ઉજવણી કરી હતી.
જાપાન અને ચીનની દિગ્ગજ સ્વિમરોનો રેકોર્ડ તોડ્યો
એશિયન ગેમ્સના ઈતિહાસમાં અગાઉ 6 ગોલ્ડ મેડલ જીતવાનો રેકોર્ડ જાપાનની રિકાકો ઈકીના નામે હતો, જેણે 2018માં જકાર્તા ખાતે 6 ગોલ્ડ મેળવ્યા હતા. ત્યારબાદ 2023માં હાંગઝૂ એશિયન ગેમ્સમાં ચીનની ઝાંગ યુફેઈએ પણ 6 ગોલ્ડ જીતીને તેની બરાબરી કરી હતી. પરંતુ ઝાંગ ઝાંશુઓએ 7 ગોલ્ડ મેડલ જીતીને આ બંને દિગ્ગજોને પાછળ છોડી દીધા છે.
વ્યક્તિગત અને રિલે બંને કેટેગરીમાં બનાવ્યા એશિયન રેકોર્ડ્સ
ઝાંગે માત્ર સ્પ્રિન્ટ જ નહીં, પરંતુ લાંબા અંતરની તમામ મેરેથોન ઈવેન્ટ્સમાં પણ સંપૂર્ણ દબદબો જાળવ્યો હતો. તેણે પુરુષોની 200 મીટર, 400 મીટર, 800 મીટર અને 1,500 મીટર ફ્રીસ્ટાઈલ જેવી તમામ વ્યક્તિગત સ્પર્ધાઓમાં ગોલ્ડ જીત્યો હતો. આ ઉપરાંત, પુરુષોની 4x200 મીટર ફ્રીસ્ટાઈલ રિલેમાં ચીનની ટીમે 7:00.17ના સમય સાથે અને 4x100 મીટર ફ્રીસ્ટાઈલ રિલેમાં 3:10.60ના સમય સાથે નવા એશિયન રેકોર્ડ બનાવીને ગોલ્ડ મેડલ જીત્યા હતા. સાથે જ વધુ એક રિલે ઈવેન્ટ મળીને તેણે કુલ ત્રણ રિલે ગોલ્ડ પોતાના નામે કર્યા હતા.
સ્વિમિંગ મેડલ ટેલીમાં 30 ગોલ્ડ સાથે ચીન ટોચ પર
ઝાંગના ઐતિહાસિક પ્રદર્શનના દમ પર ચીને સ્વિમિંગ મેડલ ટેલીમાં જંગી સરસાઈ મેળવી લીધી છે. શુક્રવારની 7 ફાઈનલમાંથી 5 ગોલ્ડ જીતીને ચીન કુલ 30 ગોલ્ડ મેડલ સાથે મેડલ ટેલીમાં પ્રથમ સ્થાને રહ્યું હતું, જ્યારે જાપાન માત્ર 7 ગોલ્ડ મેડલ સાથે બીજા સ્થાને ઘણું પાછળ રહી ગયું હતું. ચીનની લી બિંગજીએ મહિલાઓની 800 મીટર ફ્રીસ્ટાઈલમાં પોતાનો 5મો ગોલ્ડ અને ઝાંગ યુફેઈએ 50 મીટર બટરફ્લાયમાં પોતાનો 4થો ગોલ્ડ મેળવ્યો હતો.
Citations · 4 reports from 3 outlets
Tap a citation to read it above, right here on T.A.M.
Asian Games 2026: 19 વર્ષીય ઝાંગ ઝાન્શુઓએ રચ્યો ઈતિહાસ, 8મા… - Gujarat Samachar
Asian Games 2026: 19 વર્ષીય ઝાંગ ઝાન્શુઓએ રચ્યો ઈતિહાસ, 8મા… Gujarat Samachar
1 hour agoઆજથી Asian Games 2026 નો પ્રારંભ, જાણો ક્યાં જોવા મળશે Live એક્શન - ABP Asmita
આજથી Asian Games 2026 નો પ્રારંભ, જાણો ક્યાં જોવા મળશે Live એક્શન ABP Asmita
6 days agoBreaking News Asian Games 2026: PM મોદીએ ટીમ ઈન્ડિયાને શુભેચ્છા પાઠવી, 500 ભારતીય ખેલાડીઓને... - TV9 Gujarati
Breaking News Asian Games 2026: PM મોદીએ ટીમ ઈન્ડિયાને શુભેચ્છા પાઠવી, 500 ભારતીય ખેલાડીઓને... TV9 Gujarati
6 days agoAsian Games 2026 માં જોવા મળશે વૈભવ સૂર્યવંશીનો જલવો! જાપાન સામે પ્લેઇંગ-11માં મળશે તક? - TV9 Gujarati
Asian Games 2026 માં જોવા મળશે વૈભવ સૂર્યવંશીનો જલવો! જાપાન સામે પ્લેઇંગ-11માં મળશે તક? TV9 Gujarati
3 days ago