T.A.M · The Air Media
← Back to live feed
Weightage 87 3 outlets citing Politics IN

Reports on US-Iran Meetings, Election Commissioner Profile, and Municipal Governance

Outlets report on a high-level meeting between US and Iranian officials in New York, the background of Election Commissioner Gyaneshkumar, and a comparative analysis of mayoral and municipal commissioner roles.

First reported 3 days ago · latest update 2 hours ago
✦ T.A.M verified this synthesis across 3 independent outlets. The headline and summary are written neutrally from all citations below.
BBC News Gujarati Authority 90

વિપક્ષે બુધવારે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર સામે પદ પરથી હટાવવા માટે મહાભિયોગની પોતાની માગણી વધુ ઉગ્ર બનાવી છે.

આ માગણી 'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'ના એક અહેવાલને પગલે કરવામાં આવી છે. અહેવાલમાં જણાવાયું છે કે ગયા વર્ષે 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' એટલે કે એસઆઈઆર (SIR) અભિયાન દરમિયાન ચૂંટણી કમિશનરોને અનેક નિર્ણયોની જાણ કરવામાં આવી નહોતી. બંને ચૂંટણી કમિશનરોએ આ નિર્ણયો સામે વારંવાર વાંધો ઉઠાવ્યો હતો.

'ઇન્ડિયન એક્સપ્રેસ'નાં પત્રકાર રિતિકા ચોપડાએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે ચૂંટણી કમિશનરો સુખબીરસિંહ સંધુ અને વિવેક જોશીએ છેલ્લા 10 મહિનામાં ચૂંટણી પંચનાં અનેક નિર્ણયો સામે વાંધો નોંધાવ્યો હતો.

આ મીડિયા અહેવાલ અંગે ચૂંટણી પંચે પોતાનો પક્ષ રજૂ કર્યો છે. પંચે કહ્યું છે કે બહુમતી સભ્યો ધરાવતી બંધારણીય સંસ્થામાં અલગ-અલગ મત, સૂચનો અને ટિપ્પણીઓ આવવી સામાન્ય પ્રક્રિયા છે. પંચે એમ પણ કહ્યું છે કે એસઆઈઆર સહિત છેલ્લા એક વર્ષમાં લેવાયેલા તમામ અંતિમ નિર્ણયો સર્વસંમતિથી લેવામાં આવ્યા છે.

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારનો કાર્યકાળ ખાસ્સો ચર્ચાસ્પદ અને વિવાદાસ્પદ રહ્યો છે. પોતાના અનેક નિર્ણયો માટે તેઓ વિપક્ષની ટીકાનો સામનો કરતા રહ્યા છે.

ચાલો જાણીએ કે જ્ઞાનેશકુમાર કોણ છે, જેમણે ફેબ્રુઆરી 2025માં મુખ્ય ચૂંટણી કમિશનરનો કાર્યભાર સંભાળ્યો હતો.

જ્ઞાનેશકુમારે ફેબ્રુઆરી, 2025માં ભારતના 26મા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો, ત્યારે તેમની કારકિર્દીની વિગતોમાં બંધારણની કલમ 370ની જોગવાઈઓ રદ કરવામાં અને રામમંદિર ટ્રસ્ટની સ્થાપનામાં તેમની ભૂમિકાનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

જ્ઞાનેશકુમાર 1988 ની બૅચના કેરળ કેડરના આઈએએસ અધિકારી છે. 31 જાન્યુઆરી, 2024ના રોજ તેઓ યુનિયન કો-ઑપરેશન સેક્રેટરીના પદેથી નિવૃત્ત થયા હતા. કેન્દ્રીય મંત્રી અમિત શાહના તાબા હેઠળ આવતા મંત્રાલયમાં તેઓ મે, 2022થી સેક્રેટરી તરીકે કાર્યરત્ હતા. તેના બે મહિના પછી, 14 માર્ચ, 2024ના રોજ તેમને ચૂંટણી કમિશનર બનાવવામાં આવ્યા હતા.

15 માર્ચે તેમણે કાર્યભાર સંભાળ્યો હતો અને તેના બીજા જ દિવસે ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી હતી.

ચૂંટણી કમિશનરનું પદ સંભાળ્યાના લગભગ એક વર્ષ પછી તેમને જ મુખ્ય ચૂંટણી કમિશનર બનાવી દેવામાં આવ્યા હતા.

આ પહેલાં તેમણે પાંચ વર્ષ સુધી ગૃહ મંત્રાલયમાં કામ કર્યું હતું. મે 2016થી સપ્ટેમ્બર 2018 સુધી તેઓ સંયુક્ત સચિવ અને ત્યાર પછી સપ્ટેમ્બર 2018થી એપ્રિલ 2021 સુધી વધારાના સચિવના પદે રહ્યા હતા.

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

જ્ઞાનેશકુમાર વધારાના સચિવપદે હતા ત્યારે જમ્મુ-કાશ્મીરના મામલા સંભાળતા હતા. ઑગસ્ટ 2019માં બંધારણની કલમ 370ની જોગવાઈઓ રદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

તેમણે જણાવ્યું છે કે કલમ 370 રદ કરવાનો કાયદો લવાઈ હતો ત્યારે તેઓ ગૃહમંત્રી અમિત શાહ સાથે સતત સંસદમાં આવતા હતા.

નરેન્દ્ર મોદી સરકારને જ્ઞાનેશકુમાર પર એક અમલદાર તરીકે કેટલો ભરોસો હતો, તેનો અંદાજ એ હકીકત પરથી આવે છે કે ગુપ્ત રાખવામાં આવેલા ખરડાઓમાંથી એક એવા જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન ખરડાનો મુસદ્દો તૈયાર કરવાની જવાબદારી તેમને સોંપવામાં આવી હતી. એટલું જ નહીં, તેઓ 'રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ'ની રચનામાં પણ સામેલ હતા.

આ જ અહેવાલ અનુસાર, કો-ઑપરેશન સેક્રેટરી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન મલ્ટિ-સ્ટેટ કો-ઑપરેટિવ સોસાયટીઝ (એમએસસીએસ) (સુધારા) ખરડો, 2023 પસાર કરવામાં આવ્યો હતો. તેનો હેતુ સહકારી ક્ષેત્રમાં પારદર્શિતા અને જવાબદારી વધારવાનો હતો.

જ્ઞાનેશકુમાર ચૂંટણી કમિશનર હતા ત્યારે 2024ની લોકસભા ચૂંટણી યોજાઈ હતી. કલમ 370ની જોગવાઈઓ રદ થયા પછી કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં પહેલી વાર વિધાનસભાની ચૂંટણી પણ યોજાઈ હતી. આ ઉપરાંત હરિયાણા, ઝારખંડ, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ હતી.

મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે જ્ઞાનેશકુમારનો કાર્યકાળ 26 જાન્યુઆરી, 2029 સુધી રહેશે. તેમના કાર્યકાળ દરમિયાન 20 વિધાનસભા ચૂંટણીઓ યોજાશે. આ ઉપરાંત 2027માં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી તથા 2029ની લોકસભા ચૂંટણીની તૈયારી પણ તેમના કાર્યકાળ દરમિયાન થશે.

જ્ઞાનેશકુમારે આઈઆઈટી કાનપુરમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં બી.ટેક. કર્યું છે. તેમણે ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ ફાઇનાન્શિયલ ઍનાલિસ્ટ્સ ઑફ ઇન્ડિયામાંથી બિઝનેસ ફાઇનાન્સનો અભ્યાસ પણ કર્યો છે.

જ્ઞાનેશકુમારને મુખ્ય ચૂંટણી કમિશનર બનાવવાના નિર્ણયનો મુખ્ય વિપક્ષ કૉંગ્રેસે વિરોધ કર્યો હતો.

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું, "મોદી સરકાર મુખ્ય ચૂંટણી કમિશનરની પસંદગી માટે 2023માં જે નવો કાયદો 'ધ ચીફ ઇલેક્શન કમિશનર ઍન્ડ અધર ઇલેક્શન કમિશનર ઍક્ટ' લઈને આવી છે, તેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. અત્યાર સુધી સુપ્રીમ કોર્ટે આ મામલે ત્રણ આદેશ આપ્યા છે અને આગામી સુનવણી 19 ફેબ્રુઆરીએ થવાની છે."

સિંઘવીએ કહ્યું હતું, "આથી મુખ્ય ચૂંટણી કમિશનરની પસંદગી અંગે કૉંગ્રેસનું વલણ એકદમ સ્પષ્ટ છે. મુખ્ય ચૂંટણી કમિશનરની પસંદગી અંગે મળનારી બેઠક સ્થગિત કરવામાં આવે."

"મોદી સરકારે સુપ્રીમ કોર્ટને આ કેસની સુનવણી વહેલી તકે પૂરી કરવા કહેવું જોઈએ. તેમાં કૉંગ્રેસ સંપૂર્ણ સહયોગ આપશે. મોદી સરકારે પોતાનો અહંકાર છોડીને આ માગણી સ્વીકારવી જોઈએ."

મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની પસંદગી કરનારી સમિતિમાં વડા પ્રધાન અધ્યક્ષ હોય છે. તેમાં એક સભ્ય ગૃહમંત્રી અમિત શાહ અને બીજા સભ્ય વિપક્ષના નેતા રાહુલ ગાંધી છે.

જોકે, સરકારે કૉંગ્રેસના વાંધાને અવગણીને બેઠક યોજી હતી અને જ્ઞાનેશકુમારને મુખ્ય ચૂંટણી કમિશનર બનાવવાનો નિર્ણય લીધો હતો.

આમ પહેલી વાર બન્યું કે મુખ્ય ચૂંટણી કમિશનરની પસંદગી મુખ્ય ચૂંટણી કમિશનર તથા અન્ય ચૂંટણી કમિશનર (નિમણૂક, સેવાની શરતો અને કાર્યકાળ) અધિનિયમ, 2023 હેઠળ કરવામાં આવી હતી. આ પહેલાં, વર્ષ 2024માં જ્ઞાનેશકુમાર અને સુખબીરસિંહ સંધૂની પસંદગી આ નવા કાયદા હેઠળ ચૂંટણી કમિશનર તરીકે કરવામાં આવી હતી.

આ નવા કાયદા પહેલાં મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂક સરકારની ભલામણથી રાષ્ટ્રપતિ કરતા હતા. માર્ચ 2023માં સુપ્રીમ કોર્ટે આપેલા એક ચુકાદા પછી આ નવો કાયદો આવ્યો હતો. આ ચુકાદામાં ફરજિયાત કરવામાં આવ્યું હતું કે પસંદગી સમિતિમાં વડા પ્રધાન, લોકસભામાં વિપક્ષના નેતા અને ભારતના મુખ્ય ન્યાયાધીશ હોવા જોઈએ.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સંસદ આ અંગે કાયદો ન બનાવે ત્યાં સુધી આ વ્યવસ્થા ચાલુ રહેશે. કેન્દ્ર સરકારે કાયદો બનાવીને આ સમિતિમાં મુખ્ય ન્યાયાધીશની જગ્યાએ એક કેન્દ્રીય મંત્રીને સ્થાન આપ્યું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

↗ Read the original at BBC News Gujarati

Citations · 3 reports from 3 outlets

Tap a citation to read it above, right here on T.A.M.

90 BBC News Gujarati ★ most authoritative citation

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર કોણ છે, શું છે તેમનું કાશ્મીર અને રામમંદિર કનેક્શન?

નરેન્દ્ર મોદીની સરકારને જ્ઞાનેશકુમાર પર એક અમલદાર તરીકે કેટલો ભરોસો હતો, તેનો અંદાજ એ હકીકત પરથી આવે છે કે ગુપ્ત રાખવામાં આવેલા ખરડાઓમાંથી એક એવા જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન ખરડાનો મુસદ્દો તૈયાર કરવાની જવાબદારી તેમને સોંપવામાં આવી હતી. એટલું જ નહીં, તેઓ 'રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ'ની રચનામાં પણ સામેલ હતા.

2 days ago
84 Gujarat Samachar

યુદ્ધ વચ્ચે અમેરિકા-ઈરાનની હાઇ લેવલ મીટિંગ, ન્યુયોર્કમાં મળ્યા કુશનર-વિટફોક અને અરાઘચી - Gujarat Samachar

યુદ્ધ વચ્ચે અમેરિકા-ઈરાનની હાઇ લેવલ મીટિંગ, ન્યુયોર્કમાં મળ્યા કુશનર-વિટફોક અને અરાઘચી Gujarat Samachar

3 days ago
80 Google News Gujarati Technology

તમારું શહેર ખરેખર કોણ ચલાવે છે? મેયર કે મ્યુનિસિપલ કમિશનર, જાણો શું છે બંને વચ્ચેનો તફાવત - TV9 Gujarati

તમારું શહેર ખરેખર કોણ ચલાવે છે? મેયર કે મ્યુનિસિપલ કમિશનર, જાણો શું છે બંને વચ્ચેનો તફાવત TV9 Gujarati

2 hours ago

Discussion

Read it on the T.A.M app Weighted news · citations · ad-free
Get the app