કેપ્ટન સ્મિત મચ્છરના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના
૧૭૪ મુસાફરોના જીવ બચાવનાર કેપ્ટન સ્મિત મચ્છરના ઝડપી સ્વાસ્થ્ય લાભ માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે. મીડિયા અહેવાલોમાં તેમના સાહસ અને પરિવાર વિશે માહિતી આપવામાં આવી છે.
First reported 1 day ago · latest update 1 day agoકેપ્ટન સ્મિત મચ્છરેની બહાદુરી અને નિઃસ્વાર્થ સેવાનું ઉદાહરણ આજે સમગ્ર દેશમાં ગૌરવની લાગણી જગાવી રહ્યું છે. વિમાન ઉડ્ડયન દરમિયાન સર્જાયેલી વિકટ પરિસ્થિતિમાં કેપ્ટન તરીકે તેમણે અદ્ભુત સાહસ, ધૈર્ય અને કર્તવ્યનિષ્ઠાનું પ્રદર્શન કર્યું હતું. પોતાને ગંભીર ઈજાઓ થઈ હોવા છતાં તેમણે અડગ રહીને ૧૭૪ મુસાફરોના જીવનની રક્ષા માટે ફરજ નિભાવી હતી.
કેપ્ટન સ્મિત મચ્છરેની આ હિંમત માત્ર વ્યક્તિગત બહાદુરીનું ઉદાહરણ નથી, પરંતુ માનવતા, કર્તવ્યપ્રતિબદ્ધતા અને વ્યવસાયિક જવાબદારીનું ઉત્તમ દ્રષ્ટાંત છે. મૂળ ગુજરાતના આ પુત્રની બહાદુરી અને કર્તવ્યનિષ્ઠાથી ગુજરાત સહિત સમગ્ર દેશ ગૌરવ અનુભવી રહ્યો છે. તેમની હિંમત અને સ્થિરતા યુવા પેઢી માટે પણ પ્રેરણારૂપ બની છે.
કેપ્ટન સ્મિત મચ્છરેના શીઘ્ર સ્વાસ્થ્યલાભ માટે અનેક ભક્તો દ્વારા આજે શ્રી બહુચરાજી માતાજીના મંદિરમાં વિશેષ પ્રાર્થના અને પૂજા-અર્ચના કરવામાં આવી હતી. આ પ્રાર્થનામાં ભક્તો જોડાયા હતા. વૈદિક મંત્રોચ્ચાર સાથે શ્રી માં બહુચરને પ્રાર્થના કરવામાં આવી હતી કે કેપ્ટન સ્મિત મચ્છરેને જલ્દીથી સંપૂર્ણ સ્વાસ્થ્યલાભ પ્રાપ્ત થાય અને તેઓ નિરોગી તથા દીર્ઘાયુ જીવન જીવે.
આ પ્રસંગે ભક્તોમાં ભાવનાત્મક અને શ્રદ્ધાસભર વાતાવરણ જોવા મળ્યું હતું. સૌએ એકસાથે પ્રાર્થના કરી કે બહુચર માતાજીની અસીમ કૃપાથી કેપ્ટન સ્મિત મચ્છરે જલ્દી સ્વસ્થ થઈ પોતાના પરિવાર અને સ્વજનો વચ્ચે પરત ફરે.
કેપ્ટન સ્મિત મચ્છરેની બહાદુરી, સેવાભાવ અને કર્તવ્યનિષ્ઠાને સાદર વંદન સાથે તેમના પરિવારને પણ આ કપરા સમયમાં સાહસ, શક્તિ અને સહનશક્તિ મળે તેવી શ્રી
Citations · 3 reports from 3 outlets
Tap a citation to read it above, right here on T.A.M.
174 મુસાફરોના જીવ બચાવનાર કેપ્ટન સ્મિત મચ્છરે માટે પ્રાર્થના: ગુજરાતના વીરપુત્રના શીઘ્ર સ્વાસ્થ્ય લાભ માટે ... - Divya Bhaskar
174 મુસાફરોના જીવ બચાવનાર કેપ્ટન સ્મિત મચ્છરે માટે પ્રાર્થના: ગુજરાતના વીરપુત્રના શીઘ્ર સ્વાસ્થ્ય લાભ માટે ... Divya Bhaskar
1 day ago174 પ્રવાસીઓને મોતના મુખમાંથી બહાર ખેંચી લાવનાર બ્રેવો ગુજર… - Gujarat Samachar
174 પ્રવાસીઓને મોતના મુખમાંથી બહાર ખેંચી લાવનાર બ્રેવો ગુજર… Gujarat Samachar
1 day ago174 લોકોના જીવ બચાવનાર સ્મિત મચ્છર કોણ છે? તેના પરિવાર વિશે જાણો - TV9 Gujarati
174 લોકોના જીવ બચાવનાર સ્મિત મચ્છર કોણ છે? તેના પરિવાર વિશે જાણો TV9 Gujarati
1 day ago