T.A.M · The Air Media
← Back to live feed
Weightage 99 3 outlets citing General IN

અમરેલીમાં 5 લોકોને ઈજા પહોંચાડનાર સિંહણનું મોત

અમરેલીના વડિયા વિસ્તારમાં પાંચ લોકો પર હુમલો કરનાર સિંહણનું પાંજરે પુરાયા બાદ મોત થયું છે. સિંહણના મૃત્યુ બાદ હડકવાના લક્ષણો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે અને તેના સેમ્પલ લેવામાં આવ્યા છે.

First reported 6 hours ago · latest update 3 hours ago
✦ T.A.M verified this synthesis across 3 independent outlets. The headline and summary are written neutrally from all citations below.
Divya Bhaskar Gujarati Authority 85

અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના અરજણસુખ અને તોરી ગામના સીમ વિસ્તારમાં એક જ દિવસમાં 5 જેટલા લોકો પર હુમલો કરી હાહાકાર મચાવનાર વિફરેલી સિંહણનું રેસ્ક્યૂ કર્યા બાદ મોત નિપજ્યું છે. સિંહણમાં પ્રાથમિક રીતે હડકવા જેવા લક્ષણો જોવા મળ્યા હોવાનું સામે આવતા વનવિભાગમાં ગંભીર ચિંતા વ્યાપી ગઈ છે.

5 લોકો પર હુમલો કરનાર વિફરેલી સિંહણ 12 કલાકે પાંજરે પૂરાઈ હતી

1 ઓક્ટોબરની રાત્રે આશરે 12 વાગ્યાના સુમારે તોરી ગામના મેહુલ વાજા અને ભગીરથ બસિયા પાંચમનો પ્રસંગ પતાવીને બાઇક પર પરત ફરી રહ્યા હતા. અરજણસુખ પાટિયા નજીક અચાનક સિંહણે તેમની પર હુમલો કરતા ગાડી નીચે પડી ગઈ હતી અને બંનેને હાથ-પગના ભાગે ઈજા પહોંચી હતી.

ત્યાર બાદ વહેલી સવારે સીમ વિસ્તારમાં કપાસના ખેતરમાં કામ કરી રહેલા વાડીમાલિક અતુલભાઈ સહિત વધુ બે સ્થાનિક પર આ જ સિંહણે અચાનક ધસી આવીને હુમલો કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ વનવિભાગની 6થી 7 ટીમ સ્કેનિંગ માટે પહોંચી હતી. રેસ્ક્યૂ કામગીરી દરમિયાન સિંહણે વનવિભાગના ગાર્ડ અનિરુદ્ધ વાળા પર પણ હુમલો કરી દીધો હતો. સિંહણના હુમલામાં ઘાયલ થયેલા તમામ 5 લોકોને તાત્કાલિક 108 મારફતે અમરેલીની શાંતાબા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.

વનકર્મી અનિરુદ્ધ વાળાએ જણાવ્યું હતું કે,

અમે સિંહણનો પીછો કરી રહ્યા હતા. તેણે મારા હાથ પર મોઢું મારી દીધું અને બેસી ગઈ. સ્ટાફે લાકડી મારી એટલે તે ઊભી થઈને ચાલી ગઈ.

વનવિભાગની ટીમે આશરે 12 કલાકની ભારે જહમત બાદ બપોરે 1 વાગ્યાની આસપાસ સિંહણને ટ્રાન્ક્યુલાઈઝ કરીને સફળતાપૂર્વક પાંજરે પૂરી હતી અને આગળની તપાસ માટે ક્રાંકચ એનિમલ કેર સેન્ટર ખસેડી હતી.

આંચકી આવ્યા બાદ સિંહણનું મોત, હડકવાની આશંકા

સિંહણને પાંજરે પૂર્યા બાદ તેની વર્તણૂક અને શારીરિક સ્થિતિ અસામાન્ય જણાતાં તેના પર સતત નજર રાખવામાં આવી રહી હતી. પ્રાણી તબીબો દ્વારા તપાસ અને સેમ્પલ લેવાની પ્રક્રિયા ચાલુ હતી તે દરમિયાન અચાનક સિંહણને આંચકી આવતાં તેની તબિયત વધુ લથડી હતી અને ટૂંક સમયમાં જ તેનું મોત થયું હતું.

શેત્રુંજી ડિવિઝનના DCF ચિરાગ અમીન અને ACF રાજન જાદવના જણાવ્યા મુજબ, સિંહણમાં હડકવાના પ્રાથમિક લક્ષણો સ્પષ્ટપણે જોવા મળ્યા હતા. જોકે, મોતનું સત્તાવાર અને ચોક્કસ કારણ લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ જ જાહેર કરી શકાશે.

અમરેલી જિલ્લામાં શ્વાનની જેમ સિંહોમાં હડકવાના કિસ્સાઓ વધતાં વનવિભાગ સામે મોટો પડકાર ઊભો થયો છે. છેલ્લા દોઢ વર્ષ દરમિયાન રાજુલાના ધારેશ્વર, જાફરાબાદના મીતિયાળા અને બાબરકોટ વિસ્તારોમાં પણ આ જ પ્રકારે અસામાન્ય વર્તણૂક કરી માનવો પર હુમલા કરનાર 4 જેટલી સિંહણના મોત થઈ ચૂક્યા છે, જેમાં પણ હડકવાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોવાનું જણાવાય છે.

સિંહો જેવા હિંસક વન્યજીવોમાં હડકવાનો રોગચાળો ફેલાવો એ આગામી સમય માટે અત્યંત ભયાનક સ્થિતિ સર્જી શકે છે, જેને લઈને વનવિભાગ દ્વારા ઉચ્ચ સ્તરે તપાસ અને આગોતરા પગલાં લેવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો, ઉનામાં ઓસરીમાં સૂતેલા વૃદ્ધ પર સિંહનો હુમલો, કહ્યું- સાવજે પછાડ્યો, હાકલો કર્યો એટલે જતો રહ્યો પછી બીજો આવ્યો

↗ Read the original at Divya Bhaskar Gujarati

Citations · 3 reports from 3 outlets

Tap a citation to read it above, right here on T.A.M.

85 Divya Bhaskar Gujarati ★ most authoritative citation

અમરેલીમાં 5 લોકો પર હુમલો કરનાર સિંહણનું મોત: પાંજરે પુરાયા બાદ હડકવાના લક્ષણો સાથે તબિયત લથડી, સેમ્પલ લેવાયા - Divya Bhaskar

અમરેલીમાં 5 લોકો પર હુમલો કરનાર સિંહણનું મોત: પાંજરે પુરાયા બાદ હડકવાના લક્ષણો સાથે તબિયત લથડી, સેમ્પલ લેવાયા Divya Bhaskar

6 hours ago
80 TV9 Gujarati

Breaking News : અમરેલીના વડિયામાં આતંક મચાવનાર સિંહણનું પાંજરે પુરાયા બાદ મોત, હડકવાના લક્ષણોની આશંકા,... - TV9 Gujarati

Breaking News : અમરેલીના વડિયામાં આતંક મચાવનાર સિંહણનું પાંજરે પુરાયા બાદ મોત, હડકવાના લક્ષણોની આશંકા,... TV9 Gujarati

3 hours ago
80 Google News Gujarati Technology

Breaking News : અમરેલીના વડિયામાં આતંક મચાવનાર સિંહણનું પાંજરે પુરાયા બાદ મોત, હડકવાના લક્ષણોની આશંકા,... - TV9 Gujarati

Breaking News : અમરેલીના વડિયામાં આતંક મચાવનાર સિંહણનું પાંજરે પુરાયા બાદ મોત, હડકવાના લક્ષણોની આશંકા,... TV9 Gujarati

3 hours ago

Discussion

Read it on the T.A.M app Weighted news · citations · ad-free
Get the app