T.A.M · The Air Media
← Back to live feed
Weightage 88 3 outlets citing Sports IN

હરમનપ્રીત કૌરે ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ છોડી, કારણો પર સ્પષ્ટતા આપી

વિવિધ ગુજરાતી માધ્યમો અનુસાર, હરમનપ્રીત કૌરે ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ છોડી છે અને સોશિયલ મીડિયા દ્વારા કારણો જાહેર કર્યા. કેટલાક સ્ત્રોતો જણાવે છે કે આ નિર્ણય વિવાદને કારણે લેવાયો, જ્યારે અન્યમાં માત્ર વ્યક્તિગત કારણોનો ઉલ્લેખ છે.

First reported 1 day ago · latest update 2 hours ago
✦ T.A.M verified this synthesis across 3 independent outlets. The headline and summary are written neutrally from all citations below.
Divya Bhaskar Gujarati Authority 85

ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં થયેલા મોટા ફેરફારો બાદ ડ્રેસિંગ રૂમમાં મતભેદ કે વિવાદની તમામ ચર્ચાઓ પર હવે સંપૂર્ણપણે વિરામ લાગી ગયો છે. હરમનપ્રીત કૌરે કેપ્ટનશિપ છોડ્યા બાદથી જ ટીમના વાતાવરણને લઈને અનેક પ્રકારના અહેવાલો સામે આવી રહ્યા હતા.

ટીમની કમાન સંભાળ્યા બાદ સ્ટાર બેટર સ્મૃતિ મંધાનાએ પૂર્વ કેપ્ટન હરમનપ્રીત કૌરને લઈને એક અત્યંત ભાવનાત્મક મેસેજ શેર કર્યો છે. મંધાનાની આ પોસ્ટે સોશિયલ મીડિયા પર ચાહકોનું દિલ જીતી લીધું છે.

હરમનપ્રીત કૌરે પોતાના કેપ્ટનશિપ કાર્યકાળ દરમિયાન ભારતીય ટીમ માટે ઘણી સિદ્ધિઓ હાંસલ કરી હતી. તેમાં વર્ષ 2025નો મહિલા વનડે વર્લ્ડ કપ ખિતાબ જીતવો અને સતત બે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવવાનો સમાવેશ થાય છે.

જોકે, તાજેતરમાં હરમનપ્રીતે તમામ ફોર્મેટની કેપ્ટનશિપ છોડ્યા અને સ્મૃતિ મંધાનાને નવો કેપ્ટન બનાવવામાં આવ્યા બાદ બંને સિનિયર ખેલાડીઓ વચ્ચે અણબનાવના અહેવાલો સામે આવી રહ્યા હતા. આ તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકતા સ્મૃતિ મંધાનાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર હરમનપ્રીત કૌરની એક તસવીર શેર કરી.

હરમનપ્રીત કૌર વિશે શું બોલી મંધાના?

હરમનપ્રીત કૌરની તસવીર શેર કરતાં મંધાનાએ લખ્યું કે, તમારી સાથે આટલા વર્ષો સુધી રમવું અત્યંત સુખદ રહ્યું છે. તમારી કેપ્ટનશિપના 10 વર્ષ શાનદાર રહ્યા છે અને આપણે સૌ સાથે મળીને દેશ માટે આગળ પણ અનેક ગૌરવ હાંસલ કરવાનો પ્રયાસ કરીશું.

હરમનપ્રીત કૌરે સ્પષ્ટ કરી દીધું છે કે કેપ્ટનશિપ છોડવાનો અર્થ બિલકુલ એવો નથી કે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી રહી છે.

હરમનપ્રીત આગળ પણ એક ખેલાડી તરીકે ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરતી રહેશે અને નવા નેતૃત્વને સંપૂર્ણ સમર્થન આપશે. તેનો અર્થ સ્પષ્ટ છે કે મંધાનાને કેપ્ટન તરીકે જે પણ મુશ્કેલી આવશે તેમાં હરમનપ્રીત કૌર તેનો સંપૂર્ણ સાથ આપશે.

સ્મૃતિ મંધાના માટે આ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની સૌથી મોટી કેપ્ટનશિપ જવાબદારી છે. આ પહેલાં મંધાના 18 T20 અને 4 વનડે મેચોમાં ભારતની કેપ્ટનશિપ કરી ચૂકી છે. આ ઉપરાંત મહિલા પ્રીમિયર લીગ (WPL)માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને બે વખત ખિતાબ અપાવી ચૂકી છે.

↗ Read the original at Divya Bhaskar Gujarati

Citations · 3 reports from 3 outlets

Tap a citation to read it above, right here on T.A.M.

85 Divya Bhaskar Gujarati ★ most authoritative citation

વિવાદના કારણે હરમનપ્રીત કૌરે કેપ્ટનશિપ છોડી?: ટીમની કમાન સંભાળ્યા બાદ સ્મૃતિ મંધાનાએ ખુલાસો કર્યો, સો.મીડિય... - Divya Bhaskar

વિવાદના કારણે હરમનપ્રીત કૌરે કેપ્ટનશિપ છોડી?: ટીમની કમાન સંભાળ્યા બાદ સ્મૃતિ મંધાનાએ ખુલાસો કર્યો, સો.મીડિય... Divya Bhaskar

2 hours ago
80 Google News Gujarati Sports

હરમનપ્રીત કૌરે ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ છોડી, સોશિયલ મીડિયા પર આપી માહિતી - ETV Bharat

હરમનપ્રીત કૌરે ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ છોડી, સોશિયલ મીડિયા પર આપી માહિતી ETV Bharat

1 day ago
80 Google News Gujarati Technology

વર્લ્ડ કપ જીતાડનાર હરમનપ્રીતે કેમ છોડી કેપ્ટનશીપ? ભાવુક સંદેશમાં કર્યો મોટો ખુલાસો - Howl.link

વર્લ્ડ કપ જીતાડનાર હરમનપ્રીતે કેમ છોડી કેપ્ટનશીપ? ભાવુક સંદેશમાં કર્યો મોટો ખુલાસો Howl.link

18 hours ago

Discussion

Read it on the T.A.M app Weighted news · citations · ad-free
Get the app