T.A.M · The Air Media
← Back to live feed
Weightage 100 3 outlets citing General IN

Police Apprehend Fraud Gangs in Gujarat

Authorities in Gujarat have arrested criminal groups involved in separate fraud schemes. One gang was caught in Kutch for gold-related scams, while a Delhi-based group was apprehended by Kalupur police for deceiving passengers with fake currency bundles.

First reported 4 hours ago · latest update 2 hours ago
✦ T.A.M verified this synthesis across 3 independent outlets. The headline and summary are written neutrally from all citations below.
Divya Bhaskar Gujarati Authority 85

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર મુસાફરોને પોતાની લાચારી બતાવી અને બનાવટી ચલણી નોટોના બંડલ બતાવીને નાણાં તેમજ કિંમતી સામાન પડાવી લેતી દિલ્હીની ગઠિયા ટોળકીના બે આરોપીઓને કાલુપુર પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપીઓ ઓનલાઈન ગેમિંગના રવાડે ચઢી ગયા હોવાથી નાણાંની જરૂરિયાત પૂરી કરવા માટે આવી ઠગાઈ આચરતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી રોકડ રકમ અને મોબાઈલ ફોન કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લાચારી બતાવી સોનાની ચેઈન, મોબાઈલ અને 77 હજાર પડાવી લીધા મહારાષ્ટ્રના રહેવાસી જયપ્રકાશ તિવારી કારીગર સાથે કામઅર્થે અમદાવાદ આવ્યા હતા. 7 સપ્ટેમ્બરે કાલુપુર રેલવે સ્ટેશને ટ્રેનની રાહ જોતી વખતે એક અજાણ્યા શખ્સે રાજેશ યાદવ તરીકે ઓળખ આપી શેઠે પગાર ન આપ્યો હોવાની લાચારી દર્શાવી હતી. તેણે પોતાની પાસે રૂ. 2 લાખ હોવાનું કહી બનાવટી નોટોનું બંડલ બતાવ્યું હતું અને દયા બતાવી ચા પીવડાવવાના બહાને બીજા સાગરીત સાથે મળીને ફરિયાદીનું માથું ભારે કરી સોનાની ચેઈન, મોબાઈલ અને ઓનલાઈન રૂ. 77 હજાર ટ્રાન્સફર કરાવી ફરાર થઈ ગયા હતા.

ઓનલાઈન ગેમિંગના રવાડે ચઢેલા દિલ્હીના બે આરોપીની ધરપકડ ભોગ બનનારની ફરિયાદના આધારે કાલુપુર પોલીસે તપાસ હાથ ધરીને દિલ્હીના તનવીર અંસારી અને સંજય શર્મા નામના બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસ તપાસમાં તનવીર પાસેથી બે મોબાઈલ અને રૂ. 1 લાખ રોકડા તથા સંજય પાસેથી રૂ. 4,800 જપ્ત કરાયા છે. આરોપીઓ અગાઉ દિલ્હીમાં પણ ખિસ્સાકાતરુ તરીકેના ગુનામાં સંડોવાયેલા છે અને ઓનલાઈન ગેમિંગની ટેવ પૂરી કરવા માટે મુસાફરોને વિશ્વાસમાં લઈ બનાવટી નોટો બતાવી ઠગાઈ આચરતા હતા.

↗ Read the original at Divya Bhaskar Gujarati

Citations · 3 reports from 3 outlets

Tap a citation to read it above, right here on T.A.M.

85 Divya Bhaskar Gujarati ★ most authoritative citation

બનાવટી ચલણી નોટો બતાવી ઠગાઈ આચરતી દિલ્હીની ટોળકી ઝડપાઈ: કાલુપુર પોલીસે કાગળના બંડલ બતાવી મુસાફરો સાથે છેતરપ... - Divya Bhaskar

બનાવટી ચલણી નોટો બતાવી ઠગાઈ આચરતી દિલ્હીની ટોળકી ઝડપાઈ: કાલુપુર પોલીસે કાગળના બંડલ બતાવી મુસાફરો સાથે છેતરપ... Divya Bhaskar

2 hours ago
80 TV9 Gujarati

Breaking News : કચ્છમાં નકલી સોનાની લાલચે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ, જુઓ Video - TV9 Gujarati

Breaking News : કચ્છમાં નકલી સોનાની લાલચે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ, જુઓ Video TV9 Gujarati

4 hours ago
80 Google News Gujarati Technology

Breaking News : કચ્છમાં નકલી સોનાની લાલચે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ, જુઓ Video - TV9 Gujarati

Breaking News : કચ્છમાં નકલી સોનાની લાલચે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ, જુઓ Video TV9 Gujarati

4 hours ago

Discussion

Read it on the T.A.M app Weighted news · citations · ad-free
Get the app