IPL 2027: પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સના કોચિંગ સ્ટાફમાં ફેરફાર
IPL 2027 ની તૈયારીઓ વચ્ચે પંજાબ કિંગ્સના બે અનુભવી કોચ અને ચેન્નાઈ સુપર કિંગ્સના એક દિગ્ગજ સભ્યએ ટીમ છોડી દીધી છે. આ ફેરફારોને બંને ટીમો માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.
First reported 1 day ago · latest update 6 hours ago
ચેન્નાઈ સુપર કિંગ્સ છેલ્લા કેટલાક સમયથી પોતાની ટીમના પ્રદર્શનમાં સુધારો કરવા માટે નવા વિકલ્પો પર કામ કરી રહી છે. આગામી સિઝન પહેલાં કોચિંગ સ્ટાફમાં ફેરફાર કરવાની યોજના પણ આ જ પ્રયાસનો ભાગ હોવાનું માનવામાં આવે છે.અહેવાલમાં જણાવ્યા મુજબ, મુખ્ય કોચના પદમાં ફેરફાર બાદ જહીર ખાનને આ જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે મોહિત શર્માને બોલિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. માઇક હસી સાથેનો સંબંધ પૂર્ણ થયા બાદ હવે નવા બેટિંગ કોચની નિમણૂક અંગે ચર્ચા શરૂ થઈ શકે છે.કોચિંગ સ્ટાફમાં નવા ચહેરાઓને સ્થાન આપવાથી ટીમની રણનીતિ, ખેલાડીઓની તૈયારી અને મેદાન પરના પ્રદર્શનમાં કેવો ફેરફાર આવે છે તે જોવું રસપ્રદ રહેશે.
https://x.com/CricCrazyJohns/status/2108729936899145753?s=20
માઇક હસી ઉપરાંત ફિલ્ડિંગ કોચ જેમ્સ ફોસ્ટરના ભવિષ્ય અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે. ફોસ્ટરે અગાઉની સિઝનમાં ટીમના ફિલ્ડિંગ કોચ તરીકે જવાબદારી સંભાળી હતી. જોકે, અહેવાલ અનુસાર ફ્રેન્ચાઇઝીએ તેમના કરારને લંબાવવાનો નિર્ણય હાલ મુલતવી રાખ્યો છે.જો CSK કોચિંગ સ્ટાફમાં વધુ ફેરફાર કરે છે, તો IPL 2027માં ટીમને નવા કોચિંગ માળખા સાથે મેદાનમાં ઉતરતી જોઈ શકાય છે. જોકે, ફોસ્ટર અંગેનો અંતિમ નિર્ણય અને નવા બેટિંગ કોચની નિમણૂક અંગેની સત્તાવાર માહિતીની રાહ જોવી પડશે.
આ પણ વાંચો - Abhishek Sharmaએ રચ્યો ઇતિહાસ, ઘરઆંગણે આ સિદ્ધિ મેળવનારા 7મો ભારતીય બન્યો
Citations · 3 reports from 3 outlets
Tap a citation to read it above, right here on T.A.M.
IPL 2027 માટે CSKને મોટો ઝટકો, 8 વર્ષ બાદ આ દિગ્ગજે છોડ્યો સાથ - Sandesh
IPL 2027 માટે CSKને મોટો ઝટકો, 8 વર્ષ બાદ આ દિગ્ગજે છોડ્યો સાથ Sandesh
8 hours agoBreaking News: IPL 2027 પહેલા પંજાબ કિંગ્સને 440 વોલ્ટનો ઝટકો, બે અનુભવી કોચે છોડી ટીમ - TV9 Gujarati
Breaking News: IPL 2027 પહેલા પંજાબ કિંગ્સને 440 વોલ્ટનો ઝટકો, બે અનુભવી કોચે છોડી ટીમ TV9 Gujarati
1 day agoIPL 2027 પહેલાં CSKને મોટો ઝટકો, દિગ્ગજ ખેલાડીએ 8 વર્ષ બાદ છોડી ટીમ - ABP Asmita
IPL 2027 પહેલાં CSKને મોટો ઝટકો, દિગ્ગજ ખેલાડીએ 8 વર્ષ બાદ છોડી ટીમ ABP Asmita
6 hours ago